માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૩૯
ધર્મવત્સલ બાલબંધુઓ!
તમારા ઘણાના પત્રો મળ્યા છે; કેટલાક સભ્યો તરફથી દીપાવલિ–અભિનંદનના પત્રો મળ્યા
છે. તમારો સૌનો ધાર્મિક ઉલ્લાસભાવ, ને ‘આત્મધર્મ’ પ્રત્યેનો હાર્દિક પ્રેમ છે તે બદલ ધન્યવાદ!
વિશેષ હર્ષની વાત એ છે કે આપણા બાલવિભાગની સભ્યસંખ્યા આ અંકની સાથે ‘બે
હજાર’ નો આંક વટાવીને આગળ વધે છે. આ ઉત્સાહ બદલ બધા જ સભ્યોને ધન્યવાદ.
બધા સભ્યોને દીપાવલિકાર્ડ મોકલ્યા હતા, તેમાંથી કેટલાકના સરનામા અધૂરા હોવાથી
પાછા આવ્યા છે. તો જેમને તે કાર્ડ મળ્યું ન હોય તેઓ પોતાનું પૂરું સરનામું ને સભ્યનંબર
લખી મોકલશો, જેથી તે પ્રમાણે સુધારીને તમને કાર્ડ ફરીને મોકલીશું.
ધાંગધ્રા, રાજકોટ, જેતપુર, પ્રાંતિજ, અમદાવાદ વગેરેથી ઉલ્લાસ ભરેલા પત્રો મળ્યા છે,
તે હવે પછી રજુ કરીશું. –जयजिनेन्द्र
નવા પ્રશ્ન–
(૧) આ ભરતક્ષેત્રમાં જ્યારે નીચેના મહાપુરુષો થયા ત્યારે ક્યા તીર્થંકરો આ ભરતભૂમિમાં
વિચરતા હતા તે શોધી કાઢો–
શ્રીકૃષ્ણ; પાંડવો; શ્રેણીકરાજા; ભરતચક્રવર્તી; જંબુસ્વામી.
(૨) નીચેના ગામોમાં જઈએ તો આપણને કયા મહાપુરુષો યાદ આવે છે? તે લખો–
પોન્નૂર, શ્રવણબેલગોલ, અયોધ્યા, જુનાગઢ, સમ્મેદશિખરની છેલ્લી ટૂંક, પાવાપુરી,
રાજગૃહી, શૌરીપુર, શત્રુંજય, હસ્તિનાપુર. (એક જ નામ લખશો તો ચાલશે.)
(૩) નીચેના મહાપુરુષો કયા ગામમાં થયા?
ભરતચક્રવર્તી, રામચંદ્રજી, ઋષભદેવ, બાહુબલી, અનંતનાથ, અજિતનાથ, અભિનંદન
ભગવાન, સુમતિનાથ.
આ અંકનો કોયડો–
ગતાંકમાં ‘મહાવીર’ ભગવાનનો કોયડો તમે ઉકેલ્યો, તે વાંચીને આપણા સભ્ય નં.
૧૭૫૪ રજનીભાઈએ પણ એવા જ ઉકેલવાળો કોયડો મોકલ્યો છે, જો કે તેનો ઉકેલ સહેલો છે,
–છતાં ન જડે તો આત્મધર્મના આસોમાસના આપણા બાલવિભાગમાં (૩પ મા પાને) તેનો
જવાબ સમાયેલો છે.–હવે તો શોધી કાઢશો ને?
ચાર અક્ષરનું નામ છે, જગજાહેર ભગવાન છે.
પહેલો ને બીજો અક્ષર લેતાં ‘ઘણું’ એવો અર્થ થાય છે.
ત્રીજો ને ચોથો અક્ષર લેતાં ‘બહાદૂર’ એવો અર્થ થાય છે.
બીજો અને ચોથો અક્ષર લેતાં અર્જુન યાદ આવે છે.
ચોથા પછી બીજો અક્ષર લેતાં સોનું તોલવાનું માપ થાય છે. –ઓળખશો એ
ભગવાનને?
(એ છે તો મહાવીરભગવાન, છતાં એનો જવાબ (મહાવીર’ નથી.)