Atmadharma magazine - Ank 290
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 45

background image
૪૦ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
સોનગઢમાં કારતક સુદ પુનમે કલકત્તાવાળા મયાચંદ છગનલાલ
શાહના પુત્રી શ્રી ઉષાબેને પૂ. ગુરુદેવસમક્ષ આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા
અંગીકાર કરી છે. તેઓ કુમારીકા છે, તેમની ઉંમર ૨૩ વર્ષની છે; અને કેટલાક
વખતથી સોનગઢમાં રહીને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે. આ શુભકાર્ય બદલ
તેમને ધન્યવાદ! અને તેઓ પોતાના હિતધ્યેયમાં આગળ વધે એવી શુભેચ્છા.
રાજસ્થાનના સાયલા ગામે નુતન દિ. જિનાલયમાં ગત વૈશાખ સુદ દશમના રોજ
જિનબિંબ–વેદીપ્રતિષ્ઠા થઈ છે; તેમાં દસલક્ષણીપર્વ ઘણા ઉલ્લાસથી ઉજવાયા હતા.
વૈરાગ્ય સમાચાર
લાઠીના ભાઈશ્રી વીરચંદ વશરામના ધર્મપત્ની મણીબાઈ ભાદરવા વદી ત્રીજના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે.
સં. ૨૦૨૨ ના આસો વદ ૧૨ ના રોજ બોટાદના ભાઈશ્રી શિવલાલ મૂલચંદના ધર્મપત્ની
ભૂરીબેન સ્વર્ગવાસ પામ્યા છે.
રાજકોટના ભાઈશ્રી વિનોદચંદ્ર પોપટલાલના ધર્મપત્ની જયશ્રીબેન ૧૮ વર્ષની વયે તા.
૩૧–૧૦–૬૭ ના રોજ ટાયફોડની બિમારીથી સ્વર્ગવાસ પામ્યા છે.
ગોંડલ નિવાસી વૃજકુંવરબેન લીલાધર તા. ૬–૧૦–૬૭ ના રોજ રાજકોટ મુકામે સ્વર્ગવાસ
પામ્યા છે.
રાજકોટના ભાઈશ્રી શિવલાલ ટપુભાઈ તા. ૧૦–૧૧–૬૭ ના રોજ કેન્સરની બિમારીથી
સ્વર્ગવાસ પામ્યા છે. મૃત્યુ પહેલાના છેલ્લા દિવસની નોંધમાં તેમણે લખ્યું હતું કે “શરીર સાથેનો
સંબંધ છોડીને અવિનાશી એવો આત્મા ચાલ્યો જશે તે નિઃશંક અને નક્કી પણ છે જ. શરીરના
નાશથી આત્માનો નાશ થતો નથી.” –ગુરુદેવ પ્રભુદાસભાઈ ધીયાના નિમિત્તે રાજકોટ પધાર્યા
ત્યારે શિવલાલભાઈને ત્યાં પણ દર્શન આપ્યા હતા ને તેથી તેઓ ઘણા પ્રસન્ન થયા હતા.
રાજકોટમાં તા. ૨૧–૧૧–૬૭ ના રોજ મનહરલાલ હરિલાલ ભીમાણીના માતુશ્રી ચંદ્રાબેન
હૃદયરોગના હુમલાથી સ્વર્ગવાસ પામ્યા છે.
વઢવાણ શહેર નિવાસી જગજીવનદાસ મકનજી પારેખના ધર્મપત્ની મોતીબેન કારતક સુદ
છઠ્ઠના રોજ મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
–સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મની ઉપાસના વડે આત્મહિત પામો.