આત્મધર્મ Regd. No. G. 182
વાર્ષિક સરવૈયું
સરવૈયામાં નફો કે ખોટ?
• એક વેપારીએ વાર્ષિક સરવૈયું કાઢ્યું: પાંચ લાખની મૂડીમાં વર્ષ દરમિયાન
વેપારમાં એક લાખનો નફો થયો.
• તેના એક સજ્જન મિત્રે કહ્યું: ભાઈ, સરવૈયામાં તમે એક રકમ લખવી ભૂલી
ગયા છો. વર્ષમાં એક લાખનો નફો તો તમે લખ્યો, પણ મોંઘા જીવનમાંથી એક
વર્ષની ખોટ ગઈ– જીવનનું એક વર્ષ ઉત્તમ કાર્ય વગર ઓછું થઈ ગયું...તો
જીવનમાં એકંદર લાભ થયો કે ખોટ ગઈ? તે સરવૈયું કાઢો. એક કોર એક લાખ
રૂપિયા અને બીજી કોર જીંદગીનું અમૂલ્ય આખું વર્ષ! શેમાં નફો?
ત્યારે વેપારીને સમજાયું કે–
“આત્માના હિતને માટે જેટલું જીવન વીતે તેટલો જ નફો છે, ને બીજો તો
બધોય ખોટનો વેપાર છે. લાખ રૂા. મેળવવા જીંદગીનું એક વર્ષ આપી દેવું પડે
તેમાં નફો નથી, પણ ખોટ છે. માટે–
“નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.”
શું હજી તમે આત્મધર્મનું લવાજમ નથી ભર્યું?
બે હજાર ઉપરાંત ગ્રાહકોએ લવાજમ ભરી દીધું ને તમે કેમ પાછળ રહી
ગયા? આજે જ લવાજમ ભરો ને આત્મધર્મદ્વારા ઘરમાં ધાર્મિકસંસ્કારોની રેલમછેલ
કરો...
નીચેના સરનામે ચાર રૂપિયા મોકલો–
‘‘આત્મધર્મ” – શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય સોનગઢ