વખત મળે છે, ઊંઘવાનો ને ખાવાનો વખત તો મળે છે! ને આત્માના વિચાર માટે વખત નથી
મળતો? આત્માની ખરી ખટક હોય તો તેને માટે બીજાનો રસ છોડીને વખત કાઢ્યા વગર રહે જ
નહીં. ભાઈ! આવા અવસર ફરીફરી નથી મળતા. આત્માનો જેવો સ્વભાવ છે તેવો સમજીને
શ્રદ્ધા કરવી, તેનો રસ કરવો તેમાં જ સુખ છે, બાકી તો સંસારના બાહ્ય ભાવોમાં દુઃખ દુઃખ ને
દુઃખ જ છે. અહા, જે આત્મસ્વભાવની પ્રેમથી વાત કરતાં પણ આનંદ આવે તેના સાક્ષાત્
અનુભવના આનંદની શી વાત! માટે હે જીવ! દુઃખથી છૂટવા ને આનંદિત થવા તું આત્મામાં ‘હું
શુદ્ધ ચિંદાનંદ છું’ –એવી શ્રદ્ધાના સંસ્કાર પાડ. જેણે સાચી શ્રદ્ધા કરી તેણે આત્મામાં મોક્ષના
મંગલ સ્થંભ રોપ્યા. સમ્યગ્દર્શન કર્યું તે અલ્પકાળમાં મોક્ષપુરીનો નાથ થશે.
કઠણ લાગે છે, ને બાહ્ય વિષયોની રુચિ છે એટલે તે સહેલું લાગે છે. –એ તો જીવની રુચિનો જ
દોષ છે. રુચિ કરે તો આત્માની સમજણ સુગમ છે. આ કાળે સ્વરૂપનો અનુભવ કઠણ છે–એમ
કહીને જે તેની રુચિ છોડી દે છે તે બહિરાત્મા છે. જેને જેની રુચિ અને જરૂરીયાત લાગે તેની
પ્રાપ્તિમાં તેનો પ્રયત્ન વળે જ. જેને આત્માની રુચિ ખરેખર હોય તેનો પ્રયત્ન આત્મા તરફ વળે
જ. બાકી રુચિ કરે નહિ, જ્ઞાન કરે નહિ અને રાગને ધર્મનું નામ આપી દ્યે તેથી તે રાગ કાંઈ ધર્મ
ન થઈ જાય. કડવા કરીયાતાને કોઈ ‘સાકર’ નું નામ આપીને ખાય તોપણ તે કડવું જ લાગે;
તેમ રાગને કોઈ ધર્મ માને તોપણ તે રાગનું ફળ તો સંસાર જ આવે, તેનાથી કાંઈ મોક્ષ ન થાય.
જેવો પુરુષાર્થ કરે તેવું કાર્ય પ્રગટે. સ્વભાવનો પુરુષાર્થ કરતાં સમ્યગ્દર્શનાદિ સ્વભાવકાર્ય પ્રગટે;
અને રાગનો પુરુષાર્થ કરતાં પુણ્ય–પાપ થાય પણ ધર્મ ન થાય.