:૬: આત્મધર્મ : પોષ : ૨૪૯૪
मूलमें भूल [हिन्दी आवृत्तिः] મૂલ્ય ૦–પ૦
મૂળમાં ભૂલ (ગુજરાતી આવૃત્તિ:) કિં. ૦–૭પ
(૨૦) દ્રવ્યસંગ્રહ: શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તી જેવા સમર્થ આચાર્યદ્વારા રચિત આ સુપ્રસિદ્ધ
પુસ્તક જૈન સિદ્ધાંતનું સરસ પ્રતિપાદન કરે છે. ટૂંકામાં ઘણો સાર ભરી દીધો છે.
પાઠશાળાનું પાઠ્યપુસ્તક છે, ને નાનામોટા સૌને ઉપયોગ છે: તેનો ગુજરાતી અનુવાદ
અર્થસહિત (અપ્રાપ્ત) હિન્દી આવૃત્તિ રૂા. ૧)
(૨૧) જૈન–બાલરામાયણ: ભગવાનશ્રી રામચંદ્રજીની જીવનગાથા રવિકીર્તિસ્વામીએ
‘પદ્મપુરાણ’ માં આલેખી છે–પદ્મ એ રામચંદ્રજીનું બીજું નામ છે; એટલે પદ્મપુરાણ એ
જૈનરામાયણ છે. તેમાંથી સંક્ષિપ્ત કરીને નાનું પદ્મપુરાણ થયું હતું. તેનું આ ગુજરાતી
ભાષાંતર છે. બાળકોને ખાસ ઉપયોગી છે; રામ અને સીતાજી તેમજ રાવણ વગેરે
સંબંધી અનેક ભ્રાંત ધારણાઓ દૂર કરે છે. ગુજરાતીમાં મળતું નથી. (હિંદીમાં સુરતથી
મળે છે. (કિં. પચાસ પૈસા.)
(૨૨) સમયસાર–પદ્યાનુવાદ: સ્વાધ્યાય માટે ઉપયોગી; આ પુસ્તકની કેટલીયે આવૃત્તિ છપાઈ
ગઈ છે. લગભગ દરમહિનાની વદ આઠમે સમયસારની સમૂહસ્વાધ્યાય થાય છે.
(સમયસાર ઉપરાંત પ્રવચનસાર, નિયમસાર ને પંચાસ્તિકાયના પણ હરિગીતમાં
પદ્યાનુવાદ છપાયા છે. અવારનવાર તે દરેકની પણ સમૂહસ્વાધ્યાય થાય છે.)
સ્વાધ્યાય માટેના આ બધા પુસ્તકોનો સંગ્રહ “શાસ્ત્રસ્વાધ્યાય” નામના પુસ્તકરૂપે
પ્રગટ થયેલ છે. કિંમત ૧–પ૦
(૨૩) જિનેન્દ્રસ્તવનમંજરી: (અપ્રાપ્ત) વિગત માટે જુઓ પુષ્પ નં. ૭ માં.
(૨૪) પ્રતિક્રમણ: પ્રતિક્રમણનું સાચું સ્વરૂપ સમજાવતું આ એક સંકલન છે. પર્યુષણ વગેરેના
દિવસોમાં અનેક જિજ્ઞાસુઓ આ ‘પ્રતિક્રમણ’ નો ઉપયોગ કરે છે. અનેક આવૃત્તિ
છપાયેલ છે. કિંમત પચાસ પૈસા.
(૨પ) વસ્તુવિજ્ઞાનસાર: (હિંદી તેમજ ગુજરાતી) પૂ. ગુરુદેવના કેટલાક ખાસ પ્રવચનો આ
પુસ્તકમાં છપાયા છે; તેની દશહજાર પ્રત જિજ્ઞાસુઓને ભેટરૂપે આપવામાં આવી હતી.
હિંદી ફરીને પાંચ હજાર છપાણી છે, –જિજ્ઞાસુઓને ભેટ આપવા માટે.)
(બીજા પુસ્તકોના પરિચય માટે જુઓ પાનું ૨પ)