Atmadharma magazine - Ank 291
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 45

background image
:૧૦: આત્મધર્મ : પોષ : ૨૪૯૪
નહિ. સમભાવનું પરિણમન તે ધર્મ છે, તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે, તેમાં વિકલ્પનો ખખડાટ
નથી.
બીજા વિકલ્પોમાં રોકાયા કરે એને આત્મા ક્યાંથી સમજાય? જે વસ્તુ સમજવાની છે તે
વસ્તુની સન્મુખ ન જાય તો તે કેમ સમજાય? વસ્તુસ્વભાવની સન્મુખ ઉપયોગ કરે ને
વિકલ્પમાંથી ઉપયોગને હઠાવે તો જ આત્મવસ્તુ સમજાય ને અનુભવમાં આવે.
જુઓ તો ખરા, આ સમરસની કેવી સરસ વાત છે! આજે તો ભગવાન મહાવીર
પરમાત્માએ મુનિદશા અંગીકાર કરી; શુદ્ધોપયોગ પ્રગટ કરીને મુનિ થયા; ચારિત્રદશા આજે થઈ.
અહા, ઈન્દ્રોએ જેમના ચારિત્રનો મહોત્સવ કર્યો–એની શી વાત! ત્રણ જ્ઞાન તો જન્મથી જ લાવ્યા
હતા, ને આજે (કારતક વદ દશમે, શાસ્ત્રીય ભાષામાં માગશર વદ દશમે) ચોથું જ્ઞાન
આત્મધ્યાનમાં પ્રગટ થયું; શુદ્ધોપયોગરૂપ મહા સમરસભાવ પ્રગટ થયો. સમ્યગ્દર્શનરૂપ સમરસ
તો પહેલેથી હતો જ, આજે તો ચારિત્રરૂપી મહાન સમરસ પ્રગટ્યો.
વિકલ્પમાં ચૈતન્યના સમરસનો અનુભવ નથી; ને સમરસના અનુભવમાં વિકલ્પની
વિષમતા નથી. નિર્વિકલ્પ શાંતરસના અનુભવપૂર્વક સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન થતાં દ્રવ્ય
ને પર્યાય બંને સમરસપણે અનુભવાય છે. જેવી વસ્તુ હતી. તેવી પર્યાય થઈને અનુભવમાં
આવી. શુદ્ધ પરિણામદ્વારા શુદ્ધદ્રવ્ય નક્ક્ી થાય છે. વીતરાગમાર્ગનો આ રસ છે. આમાં પર્યાયે
‘વીતરાગ’ થઈને વીતરાગસ્વરૂપનાં દર્શન કર્યા. રાગવડે વીતરાગસ્વરૂપ અનુભવમાં ન આવે.
દ્રવ્ય ને પર્યાય બંને સમરસ એકરૂપ થાય ત્યારે શુદ્ધ વસ્તુ અનુભવમાં આવે છે, તેમાં વિકલ્પો
રહેતા નથી.
વિકલ્પો તો ઈન્દ્રજાલ જેવા છે. ‘હું શુદ્ધ છું’ એવા વિકલ્પમાં શુદ્ધઆત્મા પ્રકાશતો નથી,
માટે વિકલ્પો તો ઈન્દ્રજાલ જેવા છે; શુદ્ધચૈતન્યની અનુભૂતિ થતાં જ વિકલ્પની ઈન્દ્રજાલ અલોપ
થઈ જાય છે; આત્મતત્ત્વ મહા આનંદસહિત સ્ફૂરાયમાન થાય છે. તે આનંદમાં બીજો કોઈ વિકલ્પ
રહેતો નથી. આવું જે ચૈતન્યતત્ત્વ તે હું છું–એમ ધર્મી અનુભવે છે.
શુદ્ધ સ્વભાવની સન્મુખ નિશાન લઈને જ્યાં જ્ઞાનનો ટંકાર થયો ત્યાં વિકલ્પજાળ ક્યાંય
ભાગી ગઈ. ચૈતન્યસૂર્યના તેજ પાસે વિકલ્પરૂપ અંધકાર ટકતો નથી. સુખનો સૂરજ ઊગ્યો ત્યાં
વિકલ્પરૂપ દુઃખ કેમ રહે?