Atmadharma magazine - Ank 291
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 45

background image
:૧૨: આત્મધર્મ : પોષ : ૨૪૯૪
પરમ શાંતિદાતારી અધ્યાત્મભાવના
(લેખાંક – પ૮) (અંક ૨૯૦ થી ચાલુ)
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામીરચિત સમાધિશતક ઉપર પૂજ્યશ્રી
કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
(સં. ૨૦૧૨ શ્રાવણ સુદ શનિવાર)
આત્મસ્વરૂપની ભાવના કરવાથી આત્મા પોતે સ્વત: પરમાત્મપદને પામે છે–એમ હવે કહે છે–
इतीदं भावयेन्नित्यम् अवाचांगोचरं पदम् ।
स्वतएव तदाप्नोति यतो नावर्तते पुनः ।।९९।।
આગલી ગાથાઓમાં ભિન્નઉપાસનાનું અને અભિન્ન ઉપાસનાનું સ્વરૂપ કહ્યું, એ બંનેમાં
શુદ્ધાત્મસ્વરૂપની સન્મુખતા છે. એ રીતે જાણીને નિરંતર તે શુદ્ધ આત્માની ભાવના કરવી જોઈએ;
તેની ભાવનાથી વચનને અગોચર એવું પરમપદ આત્મા સ્વત: પામે છે–કે જેમાંથી કદી પણ
પુનરાગમન થતું નથી.
સિદ્ધ ભગવાન તથા અર્હંત ભગવાનને જાણીને પહેલાંં તો આત્માના વીતરાગ–વિજ્ઞાન
સ્વભાવનો નિર્ણય કરવો જોઈએ, ને પછી તેની ભાવનાથી તેમાં એકાગ્રતાનો દ્રઢ અભ્યાસ કરવો
જોઈએ. આ જ પરમાત્મા થવાનો ઉપાય છે. કોઈ નિમિત્તનો આશ્રય કરીને કે રાગાદિનો આશ્રય
કરીને સિદ્ધ કે અર્હંત ભગવંતો પરમાત્મદશાને નથી પામ્યા, પણ આત્મસ્વરૂપનો આશ્રય કરીને તેના
ધ્યાનથી જ પરમાત્મદશા પામ્યા છે.
સમયસાર ગા. ૪૧૦ માં કહે છે કે– શરીરાશ્રિત મોક્ષમાર્ગ નથી; અર્હન્ત ભગવંતોએ શરીરનું
મમત્વ છોડીને શુદ્ધાત્માના આશ્રયે દર્શન–જ્ઞાન–ચારિત્રને જ મોક્ષમાર્ગપણે ઉપાસ્યા છે. ભગવંતોએ
સ્વદ્રવ્યાશ્રિત એવા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને જ મોક્ષમાર્ગ કહ્યો છે. માટે હે ભવ્ય!
શુદ્ધજ્ઞાનચેતનામય થઈ ને તું તારા આત્માને ધ્યાવ.
પોતાના શુદ્ધઆત્માની ભાવનાના પ્રભાવથી જ આત્મા સર્વજ્ઞ થાય છે; અહો, સર્વજ્ઞપદનો
મહિમા વચનથી અગોચર છે, તેની પ્રાપ્તિ શુદ્ધાત્માની ભાવના વડે એટલે કે સ્વાનુભવ વડે થાય છે.
તેથી શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે ‘અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. ’ સર્વજ્ઞસ્વભાવથી ભરેલા
પોતાના ચૈતન્યપદને છદ્મસ્થજ્ઞાની પણ પોતાના સ્વાનુભવ વડે બરાબર જાણી શકે છે. એને જાણીને
એની જ નિત્ય ભાવના કરવા જેવી છે.
શુદ્ધસ્વરૂપની ભાવના કરનાર, એટલે કે પર્યાયને અંતર્મુખ કરીને સ્વરૂપમાં લીન કરનાર