સંસ્કૃતમાં લખે છે કે મોક્ષ કઈ રીતે પામે છે? –કે
વિપરીત તરફ તેનો ભાવ ઝુકે નહિ. પણ અહીં તો એનાથી આગળ વધીને ઠેઠ આરાધનાની
પૂર્ણતાની ઉત્કૃષ્ટ વાત છે. સાચા દેવ–ગુરુને ઓળખ્યા પછી પણ તેમના જ લક્ષે રાગમાં રોકાઈ
રહેતો નથી પણ એમના જેવા નિજસ્વરૂપના અનુભવમાં એકાગ્ર થઈને મોક્ષને સાધે છે. જેટલી
નિજસ્વરૂપમાં એકાગ્રતા તેટલો મોક્ષમાર્ગ. અહો, એકલા સ્વાશ્રયમાં મોક્ષમાર્ગ સમાય છે.
અંશમાત્ર પરાશ્રય મોક્ષમાર્ગમાં નથી. મોક્ષમાર્ગમાં પરનો આશ્રય માને તેણે સાચા મોક્ષમાર્ગને
જાણ્યો નથી. ભાઈ, પરના આશ્રયે મોક્ષમાર્ગ માનીશ તો તેનું લક્ષ છોડીને નિજસ્વરૂપનું ધ્યાન તું
ક્યારે કરીશ? પર લક્ષ છોડી, નિજસ્વરૂપના ધ્યાનમાં લીન થયા વગર ત્રણકાળમાં કોઈનો મોક્ષ
થાય નહીં. –હજી આવો માર્ગ પણ નક્ક્ી ન કરે તે તેને સાધે ક્યારે? માર્ગના નિર્ણયમાં જ જેની
ભૂલ હોય તે તેને સાધી શકે નહીં. અહીં તો નિર્ણય ઉપરાંત હવે પૂર્ણ સમાધી પ્રાપ્ત કરીને જન્મ–
મરણના અભાવરૂપ સિદ્ધપદ થવાની વાત છે. –એ જ સાચું સમાધિસુખ છે. “સાદિ અનંત અનંત
સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો” –આવા નિજપદની પ્રાપ્તિનો અપૂર્વઅવસર
આવે–એવી આ વાત છે.
સમજાવે છે–
अन्यथा योगतस्तस्मान्न दुःखं योगिनां क्वचित् ।।१००।।
ઉત્પત્તિ સાથે તેની ઉત્પત્તિ, અને દેહના નાશથી તેનો નાશ–એમ થાય, એટલે મોક્ષને માટે કોઈ
યત્ન કરવાનું ન રહે. દેહના સંયોગોથી આત્મા ઉપજે ને દેહના વિયોગથી આત્મા નાશ પામે, –
દેહથી જુદો કોઈ આત્મા છે જ નહી–એમ નાસ્તિક લોકો માને છે;