Atmadharma magazine - Ank 291
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 45

background image
સંપાદકીય–
ગુરુદેવની પ્રવચનશૈલિ
ગુરુદેવની પ્રવચનશૈલી અનોખી છે; તે મુમુક્ષુ–શ્રોતાઓને અંતરના
ઊંડાણમાં લઈ જઈને ચૈતન્યનો સ્પર્શ કરાવે છે. તેઓ ગમે તે શાસ્ત્ર વાંચતાં હોય
પણ આત્માને સ્પર્શીને તેના ભાવો ખોલે છે...ને આત્માર્થીના પુરુષાર્થને આત્મા
તરફ ઉત્તેજિત કરે છે. જૈનસિદ્ધાંતના ચારે અનુયોગમાં ચૈતન્યઆત્મા ઝળકી રહ્યો
છે; દ્રવ્યાનુયોગ અને કરણાનુયોગની જેમ ચરણાનુયોગમાં પણ આત્મા ઝળકે છે
ને કથાનુયોગમાં પણ આત્મસાધનાની જ કથાઓ ગુંથાયેલી છે. આત્માને
એકકોર રાખીને જૈનસિદ્ધાન્તનો કોઈ પણ અનુયોગ હોઈ શકે નહિ. આ રીતે
ચારે અનુયોગમાં આત્મા ભરેલો છે. જ્ઞાનીઓ બધા અનુયોગોમાં આત્માની
મહત્તા દેખે છે. ગુરુદેવનું પ્રવચન આપણને શાસ્ત્રોમાં રહેલા સન્તોના હાર્દ સુધી
પહોંચાડીને ચિદાનંદતત્ત્વના દ્વાર સુધી લઈ જઈને કોઈ અલૌકિક દર્શનની ઝાંખી
કરાવે છે. ગુરુદેવના સર્વતોમુખી પ્રવચનોની થોડી ઝાંખી આત્મધર્મના હજારો
વાંચકો દર મહિને કરી રહ્યા છે....આપ પણ આત્મધર્મ મંગાવીને તેનું રસસ્વાદન
કરો....એનાથી આપના જીવનમાં કોઈ નવીન તત્ત્વ ઉમેરાશે.
આત્મધર્મ મંગાવવા માટે નીચેના સરનામે ચાર રૂપિયા મોકલે–
આત્મધર્મ કાર્યાલય, સોનગઢ (સૌરાષ્ટ્ર)