Atmadharma magazine - Ank 291
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 45

background image
: પોષ : ૨૪૯૪ આત્મધર્મ : ૧:
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯૪
ચાર રૂપિયા પોષ
વર્ષ: ૨પ: અંક ૩
૧૦૮ મણકા પૂરા કરતી આપણી શાસ્ત્રમાળા
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ (સોનગઢ) દ્વારા સાહિત્યપ્રકાશનનું
વિશાળકાર્ય અનેક વર્ષોથી ચાલુ છે; તેમાં આ માસમાં ‘ભગવાનશ્રી
કુંદકુંદ–કહાન જૈનશાસ્ત્રમાળા’ ના પ્રકાશનોમાં “આત્મવૈભવ” નામના
૧૦૮ નંબરના પ્રકાશન દ્વારા આ શાસ્ત્રમાળાના ૧૦૮ મણકા પૂરા થાય
છે. ગુરુદેવના પ્રતાપે જિજ્ઞાસુઓને આત્માભિમુખ કરતું જે વિપુલ
વીતરાગી સાહિત્ય આજે પ્રકાશમાં આવી રહ્યું છે તે મહાન પ્રભાવનાનું
કારણ છે. એક તરફ આત્મધર્મનું નિયમિત પ્રકાશન, અને બીજી તરફ
વિવિધ પ્રકારના સાહિત્યનું ગુજરાતી–હિંદીમાં પ્રકાશન, એના દ્વારા
ભારતભરમાં પ્રભાવના વિસ્તરી રહી છે. ભારતમાં જ નહિ પરદેશમાં પણ
હજારો પુસ્તકો અનેક જિજ્ઞાસુઓ ઉત્સાહથી મંગાવે છે ને વાંચે છે.
શાસ્ત્રમાળાના ૧૦૮ મણકાની પૂર્ણતાના પ્રસંગે તેમાં પ્રકાશિત પુસ્તકોનો
પરિચય અહીં ટૂંકમાં ક્રમેક્રમે આપીશું. (સં.)
પ્રારંભમાં, રત્નત્રયરૂપ આભરણથી ભૂષિત એવી જિનવાણી દેવીને નમસ્કાર કરીએ
છીએ. એ જિનવાણીના દાતાર વીતરાગી સન્તોને નમસ્કાર કરીએ છીએ.
શાસ્ત્રપરિચયનો પ્રારંભ કરતાં પહેલાંં એક વાત સર્વે જિજ્ઞાસુઓએ લક્ષમાં રાખવા જેવી
છે કે પ્રત્યક્ષ જ્ઞાની–સન્તોનો પરિચય ને તેમની પાસેથી સીધું શ્રવણ એ મુખ્ય વસ્તુ છે;
જ્ઞાની પાસેથી શાસ્ત્રના રહસ્ય સમજવાની ચાવી મેળવ્યા પછી જે શાસ્ત્રસ્વાધ્યાયાદિ
કરવામાં આવે તે વિશેષ લાભનું કારણ થાય છે. આવા લક્ષપૂર્વક જિજ્ઞાસુ જીવોએ દરરોજ
શાંતચિત્તે અવશ્ય શાસ્ત્રસ્વાધ્યાય કરવી જોઈએ.