જંબુસ્વામીના વખતમાં ભગવાન મહાવીર વિચરતા હતા. ભરતચક્રવર્તીના વખતમાં
તેમના પિતાજી ભગવાન ઋષભદેવ વિચરતા હતા.
ઉપર છે. સામેની પહાડી ઉપર ભગવાન ભદ્રબાહુસ્વામીની ગૂફા છે. અયોધ્યામાં ભગવાન
આદિનાથ, અજિતનાથ, અભિનંદનસ્વામી, સુમતિનાથ અને અનંતનાથ તીર્થંકરો, તથા
ભરતચક્રવર્તી, બાહુબલી અને રામચંદ્રજી વગેરે જન્મ્યા છે. સમ્મેદશિખરજીની છેલ્લી ટૂંકેથી
ભગવાન પારસનાથ મોક્ષ પધાર્યા છે. પાવાપુરીથી ભગવાન મહાવીર મોક્ષ પધાર્યા છે.
રાજગૃહીમાં મુનિસુવ્રતનાથ ભગવાનના ચાર કલ્યાણક તેમજ વીરનાથની દિવ્યધ્વનિનો
પ્રારંભ થયેલ છે. શ્રેણીક રાજા અને ચેલણા રાણી અહીં થયા છે. ભગવાનનું ભક્ત એક
દેડકું તે પણ આ જ નગરીમાં થયું છે (તેની વાર્તા આ અંકમાં તમે વાંચશો) શૌરીપુરમાં
નેમિનાથ ભગવાન જન્મ્યા, તથા ચાર મુનિવરો (ધન્ય મુનિ વગેરે) અહીં અંતકૃત કેવળી
થયા છે. શત્રુંજય તો સોનગઢમાં ઊભાઊભા રોજ દેખાય છે ત્યાંથી ત્રણ પાંડવભગવંતો
મોક્ષ પામ્યા છે. હસ્તિનાપુરમાં શાંતિનાથ–કુંથુનાથ–અરનાથ ત્રણ તીર્થંકરો (ચક્રવર્તી)
થયા. ઋષભદેવનું વર્ષીતપનું પારણું શ્રેયાંસકુમારે આ નગરીમાં જ કરાવ્યું.
ભગવાન ને સુમતિનાથ એ બધાય અયોધ્યામાં થયા છે.
લેજો. નવા સભ્યોના નામ, અને નવા પ્રશ્નો આગામી અંકે આપીશું.