: પોષ : ૨૪૯૪ આત્મધર્મ :૩૯:
પ્રશ્નોના જવાબ લખનાર સભ્યોના નંબર
૨૧પ, ૩૯૬, ૮૮૨, ૮૮૩, ૮૮૪, ૮૮પ, ૩૧૮, ૧૬૯૪ થી ૧૬૯૮, ૪૧૧, ૬૬૬, ૬૬૭ ૩૯૨, ૮૧૨, ૨૧૮,
૧, ૨, ૩, ૪, ૩૮૪, ૪૩૧, ૪૩૨, ૩૭૨, ૩૭૩, ૯૮૪, ૯૨૭, ૬૨૪, ૧૭પ૪, ૧૩પ૧, ૧૯૯પ, ૧૯૯૬, ૧૯૯૭, ૧૧પ,
૩૩૩, ૩૩૪, ૩૩પ, ૩૩૬, પ૬૬, પપ૦, ૧૧૭, ૮૦
ગતાંકમાં પૂછેલી પાંચ વસ્તુની પૂર્ણતા
(૩૧) (પાંચ સમિતિ) ઈર્યાસમિતિ, ભાષા, એષણા, આદાનનિક્ષેપણ, પ્રતિષ્ઠાપનસમિતિ
(૩૨) (પાંચ પરાવર્તન) દ્રવ્યપરાવર્તન, ક્ષેત્રપરાવર્તન, કાળપરાવર્તન, ભાવપરાવર્તન, ભવપરાવર્તન
(૩૩) પાંચ હેયતત્ત્વો; (છોડવા જેવા) અજીવ, પુણ્ય, આસ્ત્ર, બંધ, પાપ.
(૩૪) (પાંચ ટૂંક ગીરનારની) ૧–જિનમંદિર અને રાજુલાની ગુફા, ૨– અનિરૂદ્ધટૂંક, ૩–શંબુકુમારની ટૂંક, ૪–પ્રદ્યુમ્નની
ટૂંક, પ–નેમિનાથ ભગવાનની મોક્ષટૂંક
(૩પ) (પાંચ અક્ષર પરમેષ્ઠીના) अ...सि...आ...उ...सा
(૩૬) (પાંચ પરમેષ્ઠીના પ્રથમ અક્ષર “માં) अ...अ...आ...उ...म्
(૩૭) (પાંચ લઘુસ્વર; અયોગીગુણસ્થાનના કાળનું માપ) अ इ उ ऋ, लृ
નં. (૩૪) માં જણાવેલ શંબુ અને પ્રદ્યુમ્ન એ શ્રીકૃષ્ણના પુત્રો હતા, તથા અનિરૂદ્ધ એ પ્રદ્યુમ્નના પુત્ર હતા.
તે ત્રણે ગીરનાર ઉપરથી મોક્ષ પામ્યા છે, ત્રણ ટૂંકો ઉપર તેમની ચરણપાદૂકા છે. પાંચમીટૂંક (જેને હિન્દુ લોકો
ગુરુદત્તાત્રયની ટૂંક તરીકે ઓળખે છે) તે ખરેખર નેમિનાથભગવાનના મોક્ષની ટૂંક છે. ને ત્યાં જે પગલાં છે તે
નેમિનાથપ્રભુના છે. તેની બાજુમાં (જરાક નીચે) પર્વતના મૂળ પત્થરમાં શ્રી નેમિનાથપ્રભુની મૂર્તિ કોતરેલી છે.
સહેસ્રાવન (સહસ્રઆમ્રવન) માં ભગવાનની દીક્ષા તથા કેવળજ્ઞાનની ઉત્પત્તિ થયેલ છે–તે પણ ખાસ પૂજ્ય સ્થાન છે.
ત્યાંનું વાતાવરણ ઘણું જ ઉપશાંત વૈરાગ્યમય છે. ગૌમુખીગંગાના ગોખલામાં ૨૪ તીર્થંકરોનાં પગલાં સ્થાપેલા છે.
રાજુલગૂફાથી થોડે દૂર ચંદ્રગૂફા (જેમાં ધરસેન ગુરુ રહેતા તે) છે–અત્યારે તે ગૂફાને ગોરજીની ગૂફા (એટલે
કે ગુરુજીની ગૂફા) તરીકે ત્યાંના માણસો ઓળખે છે.
ભગવાનનાં દર્શન
(૧) શ્રી ભગવાનનાં દર્શન આપણે એટલા માટે કરીએ છીએ કે, આપણે પણ ભગવાન જેવા થવું છે.
(૨) આપણા આત્મામાં પણ ભગવાન થવાની શક્તિ છે. જેવો ભગવાનના આત્માનો સ્વભાવ છે તેવો જ આપણા
આત્માનો સ્વભાવ છે.
(૩) આ ભગવાનને પૂરેપૂરું જ્ઞાન છે તેમ આપણામાં પણ પૂરેપૂરો જ્ઞાનસ્વભાવ છે.
(૪) આ ભગવાનને જરાય રાગદ્વેષ નથી, તેમ આપણા આત્મસ્વભાવમાં પણ જરાય રાગ–દ્વેષ નથી.
(પ) ભગવાન જેવો પોતાનો આત્મા છે–એવો વિશ્વાસ કરવો તેનું નામ સમ્યગ્દર્શન છે.