Atmadharma magazine - Ank 292
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 45

background image
: ૧૦ : આત્મધર્મ : મહા : ર૪૯૪
રાગથી અત્યંત ભિન્ન સાધીને મોક્ષસુખને પામે છે, ત્યાં કર્મબંધન સર્વથા છૂટી જાય છે. તે પોતે
તરે છે ને બીજા પાત્ર જીવોને પણ તરવાનું નિમિત્ત થાય છે. અને આવી ભિન્નતાના ભાન વગર
જીવ દુઃખ પામે છે.
અરે જીવ! તારા શુદ્ધસ્વરૂપના આનંદરસનો સ્વાદ લેવા નિરંતર તેનો અભ્યાસ કર. અહા,
અનુભવરસની ખુમારીમાં ધર્મી જીવ જગતથી પરમ ઉદાસ છે. આવા અનુભવરસ વગર બહારની
આશાથી અરે જીવ! તું ઘરઘર ભટક્્યો ને દુઃખી થયો. ભગવાન્! બહારની આશા છોડ ને અંતરમાં
અનુભવના રસની એવી ખુમારી ચડાવ કે તે રસ કદી છૂટે નહિ. ધર્મી જીવને ભેદજ્ઞાનના બળે
શુદ્ધસ્વરૂપના અનુભવની અદ્ભૂત ખુમારી ચડી ગઈ છે, તેને રાગથી અત્યંત ભિન્નતા વર્તે છે. –
આવી અનુભવદશા વગર નિર્જરા કે મોક્ષમાર્ગ હોય નહિ. માટે કહે છે કે હે જીવો! જ્ઞાન અને રાગની
ભિન્નતાના ભાન વડે શુદ્ધસ્વરૂપના અનુભવનો નિરંતર અભ્યાસ કરો.


સમ્યગ્દ્રષ્ટિ તો શુદ્ધાત્માના અનુભવથી નિયમથી જ્ઞાન–વૈરાગ્ય સંપન્ન હોય છે, તેની તો
પરિણતિ રાગથી છૂટી પડી ગઈ છે તેથી તેને બંધન થતું નથી–એમ કહ્યું. હવે કોઈ મિથ્યાદ્રષ્ટિ
જીવ રાગની મીઠાસમાં વર્તતો હોવા છતાં એમ માને કે મને પણ બંધન થતું નથી, –તો તે જીવ
પાપી છે. –ભલે કદાચ શુભરાગમાં વર્તતો હોય તોપણ મિથ્યાબુદ્ધિને લીધે તેને પાપી જ કહ્યો છે.
શુદ્ધ ચૈતન્યવિષય–કે જેનો સ્વાદ અત્યંત મધુર આનંદરૂપ છે–તે જેના અનુભવમાં નથી
આવ્યો તેને અવશ્ય ઈન્દ્રિયવિષયના ભોગોમાં સુખબુદ્ધિ છે, અને એ જ પાપ છે. ધર્મીને તો
ઈન્દ્રિયવિષયોમાંથી પરિણતિ જ છૂટી ગઈ છે ને અંતરના અત્યંત મધુર ચૈતન્યસ્વાદના આનંદમાં
એકાગ્ર થઈ છે; ત્યાં બાહ્ય ભોગો કે રાગ એ તો તેને મહા રોગના ઉપસર્ગ જેવા લાગે છે. આવી
પરિણતિને લીધે ધર્મીને ભોગ વખતે પણ નિર્જરા થાય છે, ને બંધન થતું નથી. –પણ એ તો
અંતરના શુદ્ધ અનુભવનું જોર છે, એના પરિણામ રાગ વગરના અત્યંત લૂખા છે એટલે તે બંધનું
કારણ થતા નથી.
–પણ જેનાં પરિણામમાં શુદ્ધસ્વરૂપનો અનુભવ તો છે નહિ, ને રાગમાં લયલીનતાથી
જેનાં પરિણામ ચીકણાં છે તે તો બીજા કરોડો ઉપાય કરે તોપણ મિથ્યાત્વાદિ પાપથી બંધાય જ
છે, તેથી તે પાપી છે. તે ભલે એમ માની લ્યે કે હું સમ્યગ્દ્રષ્ટિ છું અને મને વિષયભોગોથી પણ
બંધન થતું નથી. –પણ અંદર મીઠાસનો રસ છે તે મિથ્યાત્વ જરૂર બંધનું કારણ થાય છે.
જ્ઞાની તો ચૈતન્યના આનંદરૂપી મીઠા અમૃતને પીએ છે. અજ્ઞાની બાહ્યમાં સુખ માનીને
ઈન્દ્રિયવિષયોરૂપી ઝેર પીએ છે. પીએ ઝેર અને માને એમ કે હું સુખી છું, –એ તો ભ્રાન્તિ છે.
ભ્રાન્તિથી એમ માને કે મને બંધન નથી– તેથી કાંઈ તેનાં