Atmadharma magazine - Ank 292
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 45

background image
: ૧૪ : આત્મધર્મ : મહા : ર૪૯૪
ગમે તેવી પ્રતિકૂળતામાંય મુમુક્ષુના પુરુષાર્થને જાગૃત રાખવાનો આ ઉપદેશ છે. જગતના સુખોની
દરકાર છોડીને જેણે આત્માની ભાવના ભાવી છે તેને દુઃખ પ્રસંગેય તે ભાવના ટકી રહેશે, ને
ઉલટી તે ભાવના તીવ્ર વૈરાગ્યથી ઉગ્ર બનશે. સાતાશીલીયા કે પ્રમાદી ન થઈ જવાય તે માટે
જાગૃતીનો ઉપદેશ છે. કેમકે જો આત્માની ભાવના ભૂલીને બાહ્ય સુખમાં સાતાશીલીયો થઈ જાય
તો જ્ઞાનનો નાશ થઈ જાય છે.
આત્માના શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક એવી ભાવના કરજે કે ગમે તેવી પ્રતિકૂળતામાં પણ જવાબ
આપે! ગમે તે પ્રસંગે તે ભેદજ્ઞાનની ભાવના હાજર રહે! જ્યાં કોઈ બીજો ઉપાય નથી ત્યાં પણ
અંતરના ભેદજ્ઞાનની ભાવનાપૂર્વક સહનશીલતા તે અમોઘ ઉપાય છે. જ્યાં જ્ઞાનની ભાવના
જાગૃત છે ત્યાં કોઈપણ પ્રતિકૂળતા સાધકને આત્મભાવનામાંથી ડગાવી શકતી નથી.
અંતરના જ્ઞાનાનંદ સ્વભાવની સન્મુખ થઈને એવી દ્રઢ ભાવના કર કે સમાધિ વખતે ગમે
તેવી પ્રતિકૂળતાની સામે પણ ઝઝૂમી શકાય! શરીર છૂટવા ટાણે પણ પ્રતિકૂળતામાં ભીંસાઈ ન
જવાય...પણ જ્ઞાનઆનંદની ઉગ્ર ભાવનાપૂર્વક સમાધિમરણે દેહ છૂટે! જેણે સાતાપૂર્વક માત્ર
ભેદજ્ઞાનની વાત કરી છે, પણ અંતર્મુખ થવાનો પ્રયત્ન કર્યો નથી તેને પ્રતિકૂળતા વખતે
ભેદજ્ઞાનની ભાવના ટકી શકશે નહિ. આત્માના આશ્રયે જેણે અંતર્મુખ પ્રયત્ન કર્યો હશે તેને ગમે
તે પ્રસંગે આત્માની ભાવના ટકી રહેશે. અનુકૂળ સંયોગમાં જે મૂર્છાયેલા છે ને અંતરમાં
અનુભવનો પ્રયત્ન કરતા નથી, તે પ્રતિકૂળ સંયોગની સામે કેમ ટકી શકશે? એ વખતે એનું જ્ઞાન
એને જવાબ નહીં આપે.
પ્રભો! તારા ચૈતન્યને સંયોગથી ભિન્ન એવો ભાવજે કે તે ભાવના ગમે તેવી
પ્રતિકૂળતામાં પણ ટકી રહે! ‘દેહથી આત્મા ભિન્ન’ એમ સાધારણ જાણપણું કરીને અટકી જઈશ
નહિ, પણ અંતરમાં પ્રયત્ન કરી કરીને આત્માનો અનુભવ કરજે ને વારંવાર તેની ભાવના કરજે!
અંતરમાં આત્માના અનુભવ વગરની એકલી ધારણા તને શરણરૂપ નહિ થાય. અંતરમાં
ભેદજ્ઞાનની ભાવનાથી નિર્વિકલ્પ આનંદરસ પીવાનો એવો પ્રયત્ન કરજે કે સમાધિમરણ ટાણે
કદાચ તૃષાથી ગળું સુકાય ને પાણી પણ ગળે ન ઊતરે તો ત્યારે પણ અંતરમાં શાંતરસના
અનુભવથી આત્મા તૃપ્ત રહે...
અષ્ટપ્રાભૃતની ૬ર મી ગાથામાં પણ કષ્ટસહનપૂર્વક આત્માને ભાવવાનો ઉપદેશ આપ્યો છે–
सुहेण भाविदं णाणं दुहे जादे विणस्सदि।
तम्हा जहाबलं जोई अप्पा दुक्खेहि भावए।। ६२।।
સુખથી ભાવવામાં આવેલું જ્ઞાન ઉપસર્ગાદિના દુઃખમાં નષ્ટ થઈ જાય છે; માટે યથાશક્તિ
બળપૂર્વક પ્રયત્નપૂર્વક કાયકલેશાદિ કષ્ટ સહન કરીને આત્માને ભાવવો–એમ