: ૨૦ : આત્મધર્મ : મહા : ર૪૯૪
(૪૭) જે જીવ સર્વસંગથી રહિત થઈને પોતાના આત્માને આત્માદ્વારા ધ્યાવે છે તે અલ્પકાળમાં
સર્વદુઃખથી છૂટકારો પામે છે.
(૪૮) જે ભયાનક સંસારરૂપી મહા સમુદ્રમાંથી નીકળવા ઈચ્છે છે તે આ પ્રમાણે જાણીને
શુદ્ધાત્માનું ધ્યાન કરે છે.
(૪૯) પ્રતિક્રમણ, પ્રતિસરણ, પ્રતિહરણ, ધારણા, નિવૃત્તિ, નિન્દન, ગર્હણ અને શુદ્ધિ–એ
બધાયની પ્રાપ્તિ નિજાત્મભાવના વડે થાય છે.
(પ૦) દર્શનમોહગ્રંથિને નષ્ટ કરીને જે શ્રમણ રાગ–દ્વેષનો ક્ષય કરતો થકો સુખ–દુઃખમાં
સમભાવી થાય છે તે અક્ષય સુખને પ્રાપ્ત કરે છે.
(પ૧) દેહ અને ધનમાં આ હું અને ‘આ મારું’ એવા મમત્વને જે છોડતો નથી તે મૂર્ખ–અજ્ઞાની
જીવ–દુષ્ટ–અષ્ટ કર્મોથી બંધાય છે.
(પર) પુણ્યથી વિભવ, વિભવથી મદ, મદથી મતિમોહ, અને મતિમોહથી પાપ થાય છે;– માટે
પુણ્યને પણ છોડવા જોઈએ.
(પ૩) જે પરમાર્થથી બાહ્ય છે તે જીવ સંસારગમનના અને મોક્ષના હેતુને નહિ જાણતો થકો
અજ્ઞાનથી પુણ્યની ઈચ્છા કરે છે.
(પ૪) પુણ્ય અને પાપમાં કોઈ ભેદ નથી–આમ જે નથી માનતો તે મોહથી યુક્ત થયો થકો ઘોર
અને અપાર સંસારમાં ભમે છે.
(પપ) મિથ્યાત્વ, અજ્ઞાન, પાપ અને પુણ્ય, –તેમનો ત્રણે પ્રકારે ત્યાગ કરીને યોગીઓએ
નિશ્ચયથી શુદ્ધઆત્માનું ધ્યાન કરવું જોઈએ.
(પ૬) જીવ પરિણામસ્વભાવરૂપ છે, તે જ્યારે શુભ અથવા અશુભ પરિણામરૂપે પરિણમે છે
ત્યારે શુભ અથવા અશુભ થાય છે, અને જ્યારે શુદ્ધપરિણામરૂપે પરિણમે છે ત્યારે શુદ્ધ
થાય છે.
(પ૭) ધર્મરૂપે પરિણમેલો આત્મા જો શુદ્ધઉપયોગયુક્ત હોય તો નિર્વાણસુખને પામે છે, અને જો
શુભોપયોગથી યુક્ત હોય તો સ્વર્ગસુખને પામે છે.
(પ૮) અશુભોદયથી આત્મા કુમનુષ્ય, તિર્યંચ અથવા નારકી થઈને સદા હજારો દુઃખોથી પીડીત
થયો થકો સંસારમાં અત્યંત ભમે છે.
(પ૯) શુદ્ધોપયોગથી પ્રસિદ્ધ એવા અરિહંતો તથા સિદ્ધોને અતિશય, આત્માથી જ સમુત્પન્ન,
વિષયાતીત, અનુપમ, અનંત અને વિચ્છેદરહિત સુખ હોય છે.
(૬૦) રાગાદિ સંગથી મુક્ત એવા મુનિ, અનેક ભવોમાં સંચિત કરેલા કર્મરૂપી ઇંધનસમૂહને
શુક્લધ્યાન નામના ધ્યાનવડે શીઘ્ર ભસ્મ કરે છે.