ડગમગી જાય એવી તીર્થંકરપ્રકૃતિ, તે તારા એક વિકલ્પનું ફળ! –ને એ વિકલ્પ પણ
તારા સ્વભાવની ચીજ નહિ; તો વિચાર તો ખરો કે તારા અચિંત્ય ચૈતન્યસ્વભાવની
શક્તિ કેટલી? મનુષ્યલોકમાં તીર્થંકર ભગવાનનો મંગલ જન્મ થતાં સ્વર્ગમાં ઈન્દ્રનું
સિંહાસન કંપી ઉઠે છે, ત્યારે ઈન્દ્રને ખ્યાલ આવે છે કે અહો! મધ્યલોકમાં–ભરતમાં
વિદેહમાં કે ઐરવતક્ષેત્રમાં દેવાધિદેવ તીર્થંકરનો અવતાર થયો, ધન્ય એમનો અવતાર!
ધન્ય આ પ્રસંગ! જગતમાં આશ્ચર્યકારી મંગળ પ્રસંગ છે...ચાલો, એ કલ્યાણક ઉત્સવ
ઉજવવા મધ્યલોકમાં જઈએ. અહા, ભક્તિથી ઊર્ધ્વલોકના ઈન્દ્રો પણ મનુષ્યલોકમાં
ઊતરે–એ પ્રસંગ કેવો! ઈન્દ્ર ચારે પ્રકારના દેવોની સેના લઈને ઠાઠમાઠ સહિત
ભગવાનનો જન્માભિષેક કરવા અને પૂજન વગેરે ઉત્સવ કરવા આવે છે ને
આશ્ચર્યકારી મહોત્સવ કરે છે.–આવું તો જેના સ્વભાવની બહારના એક વિકલ્પનું ફળ,
તો એવા સ્વભાવના અંતરના સામર્થ્યના મહિમાની શી વાત! –એ તો વિકલ્પથી
પાર! એના અનુભવના આનંદ પાસે જગતના સ્વાદ ફિક્કા લાગે. ભાઈ, આવો
આત્મા તું પોતે છો; તારા સ્વભાવનો મહિમા લક્ષમાં લઈને તેને અનુભવમાં લેવાનો
વારંવાર ઉદ્યમ કર.
ભગવાનના દર્શન કરીએ–એવા પ્રકારના ભાવો એમને જાગે છે, કેમકે તીર્થંકર જેવો
લોકોત્તર પુત્ર તેમની કુખમાં બિરાજે છે. અહીં કહે છે કે આવા લોકોત્તર પુણ્યના ઠાઠથી
પણ પાર આત્માના સ્વભાવની આ વાત છે. લોકોત્તર પુણ્યને જે સ્પર્શતો નથી, તેમાં
તન્મય થતો નથી એવા સ્વભાવના આનંદની શી વાત! આનંદસ્વભાવની સન્મુખ
પરિણમતો આત્મા તે વિકાર સામે જોતો નથી, કર્મને કે તેના ફળને પોતામાં સ્વીકારતો
નથી; ને જેનાથી કર્મ બંધાય છે એવા રાગભાવને પણ પોતામાં સ્વીકારતો નથી. આવો
જ્ઞાનાનંદસ્વભાવી આત્મા ‘ચૈતન્યદરિયો, સુખથી ભરિયો’–તેના આશ્રયે નિર્મળ પર્યાય
ઊપજે છે, મૂર્ત–ઈન્દ્રિયોના સબંધ