Atmadharma magazine - Ank 293
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 45

background image
: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૧૧ :
હોય. જેનો સ્વાદ લેતાં, જેમાં રહેતાં, જેમાં ઠરતાં આત્માને સુખનો અનુભવ થાય તે
નિજપદ છે. જેના વેદનમાં આકુળતા થાય તે નિજપદ નથી, તે તો પર પદ છે, આત્માને
માટે અપદ છે. તેને અપદ જાણીને તેનાથી પાછા વળો, ને આ શુદ્ધ આનંદમય ચૈતન્યપદ
તરફ આવો.
જેમાં કોઈ વિકલ્પ નથી એવું આ નિર્વિકલ્પ એક જ ચૈતન્યપદ આસ્વાદવા જેવું
છે. સમ્યગ્દર્શનમાં ચૈતન્યનો સ્વાદ છે, સમ્યગ્જ્ઞાનમાં ચૈતન્યનો સ્વાદ છે, સમ્યક્
ચારિત્રમાંય ચૈતન્યનો સ્વાદ છે. રાગનો સ્વાદ રત્નત્રયથી બહાર છે; નિજપદમાં રાગનો
સ્વાદ નથી. રાગ એ તો દુઃખ છે, વિપદા છે, ચૈતન્યપદમાં વિપદા નથી. જેમાં આપદા તે
અપદ, જેમાં આપદાનો અભાવ ને સુખનો સદ્ભાવ તે સ્વપદ; આનંદસ્વરૂપ આત્માની
સંપદાથી જે વિપરીત છે તે વિપદા છે. રાગ તે ચૈતન્યની સંપદા નથી પણ વિપદા છે;
આત્માનું તે અપદ છે. જેમ રાજાનું સ્થાન મેલા ઉકરડામાં ન શોભે, રાજા તો સોનાના
સિંહાસને શોભે; તેમ આ જીવ–રાજાનું સ્થાન રાગદ્વેષ ક્રોધાદિ મલિનભાવોમાં નથી
શોભતું, તેનું સ્થાન તો પોતાના શુદ્ધ ચૈતન્યસિંહાસને શોભે છે. રાગમાં ચૈતન્યરાજા
નથી શોભતા; એ તો અપદ છે, અસ્થિર છે, મલિન છે, વિરુદ્ધ છે; ચૈતન્યપદ શાશ્વત છે,
શુદ્ધ છે, પવિત્ર છે, પોતાના સ્વભાવરૂપ છે. આવા શુદ્ધ સ્વપદને હે જીવો! તમે
જાણો...તેને સ્વાનુભવ–પ્રત્યક્ષ કરો. આવી નિજપદની સાધના તે મોક્ષનો ઉપાય છે.
ચાંદો અને સૂરજ
ગતાંકમાં આપણે પ્રશ્નો પૂછેલ કે ચાંદો મોટો કે સૂરજ? અને ચાંદો ઊંચો કે
સૂરજ? અહીં તેના ઉત્તર સાથે, ચંદ્ર અને સૂર્ય સંબંધી જાણવા જેવી કેટલીક વિગતો
જૈનસિદ્ધાન્તઅનુસાર રજુ કરવામાં આવી છે. પ્રાચીન આચાર્યોનું બનાવેલું
ત્રિલોકપ્રજ્ઞપ્તિ નામનું શાસ્ત્ર છે તેના આધારે આ વિગતો લખી છે.
પ્રથમ એ જાણીએ કે ચંદ્ર અને સૂર્ય શું છે? આપણને અહીંથી જે પ્રકાશમાન
વસ્તુ ચંદ્ર અને સૂર્ય તરીકે નજરે પડે છે તે ચંદ્રલોક અને સૂર્યલોકની પૃથ્વીના તળિયાનો
ભાગ દેખાય છે. ચંદ્રલોક અર્થાત્ ચંદ્રવિમાન મણિમય–પૃથ્વીનું બનેલું છે, અને તે
પૃથ્વીકાયમાં જે એકેન્દ્રિય જીવ છે તે ઉદ્યોતનામકર્મ સહિત છે, તેથી તે સ્વયં પ્રકાશમાન
અતિશય શીતલ કિરણોથી સંયુક્ત છે. અને તે ચંદ્રવિમાનની અંદર જ્યોતિષી દેવોની
નગરીની રચના છે. તેની વચ્ચેના રાજાંગણમાં ભવ્ય રત્નનિર્મિત જિનપ્રાસાદ છે, તેમાં
રત્નમય જિનબિંબ બિરાજે છે. ને ચંદ્રલોકના સ્વામી ઈન્દ્ર