Atmadharma magazine - Ank 293
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 45

background image
: ૧૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
તે ચંદ્રદેવ છે, તે ચંદ્ર–ઈન્દ્ર જિનપ્રતિમાના પૂજનાદિ કરે છે. ઈન્દ્રના પરિવારરૂપે બીજા
પણ ઘણાય દેવો તે ચંદ્રલોકમાં રહે છે.
એ જ રીતે સૂર્યબિંબ (સૂર્યનગર) પણ મણિમય પૃથ્વીનું બનેલું છે, તેમાં રહેલ
એકેન્દ્રિય–પૃથ્વીજીવ આતાપનામકર્મ સહિત છે તેથી તે પ્રકાશમાન ઉષ્ણકિરણોથી સહિત
છે. તેમાં પણ ચન્દ્રલોક જેવી જ રચનાઓ છે. તેના સ્વામી તે સૂર્યદેવ છે, તે ઈન્દ્ર છે.
ચંદ્રને ઈન્દ્ર કહેવાય છે ને સૂર્યને પ્રતિન્દ્ર કહેવાય છે. આ ઉપરાંત ગ્રહો–નક્ષત્રો ને
તારાઓ તે પણ જ્યોતિષી દેવોનાં નિવાસસ્થાનરૂપ નગરો છે; તેમાં દેવો રહે છે.
સૂર્યબિંબ કરતાં ચંદ્રબિંબ મોટું છે. સૂર્યવિમાન ૪૮/
૧૧ યોજનનું છે, ત્યારે
ચંદ્રવિમાન ૫૬/
૧૧ યોજનનું છે. (યોજન એટલે લગભગ પાંચ હજાર માઈલ.)
સૂર્ય કરતાં ચંદ્ર વધુ ઊંચે છે. સૂર્ય મૂળચિત્રાપૃથ્વીથી ૮૦૦ યોજન (લગભગ
ચાલીસ લાખ માઈલ) ઊંચો છે, જ્યારે ચંદ્ર ૮૮૦ યોજન (લગભગ ૪૪ લાખ માઈલ)
ઊંચો છે.
આમ તો મધ્યલોકમાં અસંખ્યાતા ચંદ્રો અને સૂર્યો છે; પણ મનુષ્યલોકમાં
(એટલે કે અઢીદ્વિપ સુધીમાં) ૧૩૨ ચંદ્રો તથા ૧૩૨ સૂર્યો છે. અને આપણે જેમાં રહીએ
છીએ તે આ જંબુદ્વિપમાં બે ચંદ્ર અને બે સૂર્ય છે. તે મેરૂપર્વતની ચારે બાજુ પ્રદક્ષિણા કરે
છે. તેમને એક પ્રદક્ષિણા કરતાં ૪૮ કલાક જેટલો વખત લાગે છે; એટલે આજે આપણે
જે ચંદ્ર કે સૂર્યને જોયો હોય તેને ફરીને ૪૮ કલાક બાદ જોઈએ છીએ. જે ચંદ્ર–સૂર્ય કાલે
દેખાયા, તે જ આજે નથી દેખાતા પણ બીજા દેખાય છે. આ રીતે જંબુદ્વિપમાં બે ચંદ્ર ને
બે સૂર્ય ફરી રહ્યા છે. ભરતક્ષેત્રમાં ને વિદેહક્ષેત્રમાં દેખાતા સૂર્ય–ચંદ્રો જુદા નથી પણ
એક જ છે; તે જ સૂર્ય–ચંદ્ર વિદેહ ઉપર થઈને ફરતા ફરતા અહીં ભરતક્ષેત્રમાં આવે છે.
અઢી દ્વીપ બહારના સૂર્ય–ચંદ્ર સ્થિર છે. આ સૂર્ય અને ચંદ્રના બિમ્બ શાશ્વતા છે; પણ
તેની અંદર રહેનારા સૂર્ય અને ચંદ્ર ઈન્દ્રો મર્યાદિત આયુષ્યવાળા છે, તેમનું ઉત્કૃષ્ટ આયુ
એક પલ્યોપમથી કંઈક અધિક છે; અસંખ્ય વર્ષનું તે આયુષ પુરું થતાં ત્યાંના સૂર્ય–ચંદ્ર
ઈન્દ્રો મનુષ્યમાં અવતરે છે અને ત્યાં બીજા જીવો સૂર્ય–ચંદ્ર તરીકે ઊપજે છે. સૂર્ય–ચંદ્રરૂપ
ઈન્દ્રો શ્રી જિનેન્દ્રદેવનાં ભક્તો છે.
કટોકટીના કાળમાંય ધર્મીની દ્રષ્ટિ આત્મા ઉપર હોય છે.