Atmadharma magazine - Ank 293
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 45

background image
: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૧૫ :
આત્મામાં દેહબુદ્ધિ–એવી જે સ્વ–પરની એકત્વબુદ્ધિ છે તે સંસારના દુઃખની જનની છે,
મિથ્યાબુદ્ધિ જ સંસારનું મૂળ છે. આ શાસ્ત્રના ઉપદેશઅનુસાર તે મિથ્યાબુદ્ધિ છોડીને,
દેહથી ભિન્ન આત્માને જાણીને, તેમાં જે સ્થિર થાય છે તે અંતરાત્મા આ સંસારના
જન્મમરણથી મુક્ત થઈને પરમ કેવળજ્ઞાનજ્યોતિમય સુખને પામે છે. આવું ઉત્તમ આ
શાસ્ત્રનું ફળ છે...તે મંગળ છે.
‘સમાધિતંત્ર’ એટલે ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતાવડે પરમ ઉદાસીનતાનો ઉપદેશ;
ઘણા પ્રકારે દ્રષ્ટાંત વગેરેથી સ્પષ્ટ કરીને દેહ અને આત્માની અત્યંત ભિન્નતા બતાવી;
એવી ભિન્નતા જાણીને દેહબુદ્ધિ છોડીને પોતાના પરમ આત્મસ્વરૂપમાં જે સ્થિર થાય છે
તે પરમસુખને અનુભવે છે. જુઓ, આવું ભેદજ્ઞાન કરીને સ્વરૂપમાં સ્થિત થવું તે શાસ્ત્ર
ભણવાનું ફળ છે; એવું જેણે કર્યું તે ખરેખર શાસ્ત્રને ભણ્યો છે. પોતામાં ભાવ પ્રગટ
કર્યા વગર માત્ર વાંચી જવાથી શાસ્ત્રનું ફળ આવે નહિ. શાસ્ત્રજ્ઞાનનું ફળ તો પરમ
વીતરાગતા અને સુખ છે.
સમયસારમાં છેલ્લે ફળ બતાવતાં કુંદકુંદાચાર્યભગવાન કહે છે કે:–
जो समयपाहुडमिणं पठिहूणं अत्थतच्चओ णाउं।
अत्थे ठाही चेया सो होही उत्तमं सोक्खं।।
આત્મસ્વરૂપમાં સ્થિર થતાં પરમસુખની અનુભૂતિ થાય–એ જ બધા શાસ્ત્રોનો
સાર છે. અહીં પણ પરમાત્મસ્વરૂપમાં સ્થિરતાથી સુખ થાય છે–એવું આ શાસ્ત્રનું ફળ
બતાવીને મંગળપૂર્વક શાસ્ત્ર સમાપ્ત થાય છે.
આ શાસ્ત્રકર્તા શ્રી પૂજ્યપાદસ્વામી મહાસમર્થ દિગંબર સન્ત હતા; તેઓ વિક્રમ
સવંતના છઠ્ઠા સૈકામાં (આજથી લગભગ ૧૫૦૦ વર્ષ પૂર્વે) આ ભારતભૂમિને
શોભાવતા હતા; તેમની અગાધબુદ્ધિને લીધે તેઓ ‘જિનેન્દ્રબુદ્ધિ’ એવા નામથી પણ
લોકોમાં પ્રસિદ્ધ હતા; તેમનું મૂળ નામ ‘દેવનન્દી’ હતું ને દેવોદ્વારા પણ તેમના પાદ
પૂજિત (પૂજ્ય–પાદ) હતા. ‘શ્રવણબેલગોલ’ના પહાડ ઉપર તેમના મહિમાસંબંધી અનેક
શ્લોકો કોતરેલા છે. ‘તત્ત્વાર્થસૂત્ર’ ઉપરની સૌથી પ્રસિદ્ધ એવી ‘સર્વાર્થસિદ્ધિ’ નામની
મહાન ટીકા તેમણે રચી છે. તે ઉપરાંત જૈનેન્દ્ર–વ્યાકરણ નામનું મહાન શબ્દશાસ્ત્ર તેમણે
રચ્યું છે, તેથી
‘शब्दाब्धीन्दु ़ ़ ़’ એટલે કે શબ્દરૂપી સમુદ્રને ઉછાળવામાં ચંદ્રસમાન–એવું
વિશેષણ આપીને શ્રી પદ્મપ્રભમુનિરાજે નિયમસારની ટીકાના મંગલાચરણમાં તેમને વંદન
કર્યા છે. આદિપુરાણમાં જિનસેનસ્વામીએ તથા જ્ઞાનાર્ણવમાં