: ૧૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
શરીર અને ઈંદ્રિયોની ક્રિયા, જાણે કે હું જ કરું છું–એમ અજ્ઞાની જીવ ભ્રમથી તે
જડની ક્રિયાઓને આત્માની જ માને છે, તેથી તે જડબુદ્ધિ બહિરાત્મા ઈંદ્રિયવિષયોની
જાળમાં જ ફસ્યો રહે છે ને દુઃખી થાય છે; દેહની ક્રિયામાં જ રાગ–દ્વેષ કરતો થકો દુઃખી
થાય છે પણ ચૈતન્યમાં ઠરતો નથી. જ્ઞાની–વિવેકી–અંતરાત્મા તો શરીર અને ઈંદ્રિયોની
ક્રિયાને પોતાથી તદ્ન ભિન્ન જાણીને ચૈતન્યસ્વરૂપ આત્માની ભાવનામાં એકાગ્ર થઈને
પરમ પદને પામે છે.
અજ્ઞાની પરવિષયોથી પોતાને સુખ–દુઃખ માનીને તેમાં જ લીન રહે છે. જ્ઞાની તો
જાણે છે કે સર્વે દ્રવ્યો એકબીજાથી અસહાય છે, કોઈ કોઈને રાગદ્વેષમાં પ્રેરતું નથી.
છએ દ્રવ્યો સદાય પોતપોતાના સ્વરૂપમાં પ્રવર્તી રહ્યા છે.
જીવની ઈચ્છા થાય ને ગમન કરે ત્યાં શરીર પણ ભેગું ચાલે, જીવની ઈચ્છા થાય
ત્યાં ભાષા પણ ઘણીવાર તેવી બોલાય, –આવો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે, પણ બંનેની
ક્રિયાઓ ભિન્ન છે, બંનેના લક્ષણો ભિન્ન છે, એમ નહિ જાણનાર અજ્ઞાની ‘હું જ શરીરને
ચલાવું છું–હું જ ભાષા બોલું છું’ એમ દેહનો પોતામાં આરોપ કરે છે ને તેથી દેહસંબંધી
વિષયોમાં તે સુખ માને છે. પણ ભિન્ન આત્માને જાણનારા જ્ઞાની તો તે આરોપને જૂઠો
જાણીને દેહથી ભિન્ન અંતરાત્માને અનુભવે છે, અને આત્મામાં દેહનો આરોપ છોડીને,
પરમપદને પામે છે.
આ રીતે ભેદજ્ઞાનવડે ભિન્ન લક્ષણની ઓળખાણપૂર્વક શરીર અને આત્માનો
એકબીજામાં આરોપ છોડીને, અને નિમિત્ત–નૈમિત્તિક સંબંધનું પણ લક્ષ છોડીને, દેહથી
ભિન્ન આત્માના અનુભવમાં એકાગ્રતા કરવી તે જ પરમ આનંદમય પરમાત્મપદની
પ્રાપ્તિનો ઉપાય છે, તે જ સમાધિ છે. ।। ૧૦૪ ।।
પરમાત્મપદની પ્રાપ્તિનો માર્ગ બતાવનાર આ સમાધિતંત્રને જાણીને
પરમાત્મનિષ્ઠ જીવ પરમસુખને પામે છે,–એમ અંતિમ શ્લોકમાં શાસ્ત્રનું ફળ બતાવીને
અંતમંગળ કરે છે:–
मुक्त्वा परत्र परबुद्धिमहंधियं च, संसारदुःखजननीं जननाद्विमुक्तः।
ज्योतिर्मयं सुखमुपैति परात्मनिष्ठः, तन्मार्गमेतदधिगम्य समाधितन्त्रम्।।१०५।।
ભેદજ્ઞાન વડે જેની પ્રાપ્તિ થાય છે એવા પરમપદની પ્રાપ્તિનો માર્ગ આ
સમાધિતંત્ર બતાવે છે. જેનાથી સમાધિ એટલે કે પરમસુખ થાય એવો ઉપદેશ આ
સમાધિતંત્રમાં છે. તેને જાણીને શું કરવું? કે સંસારદુઃખની જનેતા એવી જે સ્વ–પરની
એકત્વબુદ્ધિ તેને છોડવી, ને ઉત્કૃષ્ટ આત્મસ્વરૂપમાં સ્થિર થવું. દેહમાં આત્મબુદ્ધિ, ને