Atmadharma magazine - Ank 294
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 45

background image
૧૬ : આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
શુદ્ધનયરૂપ ભાવશ્રુતજ્ઞાન વિકલ્પ વગર પ્રત્યક્ષપણે આત્માને અનુભવે છે; ભલે
કેવળ– જ્ઞાન જેવું પ્રત્યક્ષ નથી પણ સ્વસંવેદનરૂપ પ્રત્યક્ષ છે–સીધું આત્મસન્મુખ થઈને
તે જ્ઞાન આત્માને અનુભવે છે. તે અનુભવમાં આનંદની ધારા વહે છે.
રાગાદિ વિકલ્પોમાં કે સામગ્રીમાં આત્મબુદ્ધિ તે તો ભ્રમ છે, મૃગજળ–સમાન
(ધગધગતી રેતીમાં પાણીની કલ્પના સમાન) તે ભ્રમણા છે, જૂઠ છે. જેમ રેતીમાં પાણી
નથી તેમ શરીરાદિ જડમાં આત્મા નથી; જેમ રેતીમાં પાણી નથી તેમ રાગાદિમાં
આત્માની ચેતના નથી. કોઈ મૃગજળમાં પાણી માનીને તેનાથી તરસ છીપાવવા માંગે,
પણ તેનાથી કાંઈ તેની તરસ છીપે નહિ, ઊલ્ટો દુઃખી થાય, તેમ રાગાદિમાંથી કે
સામગ્રીમાંથી સુખ લેવા માંગે, તેનાથી આકુળતાની તૃષ્ણા મટાડવા માંગે, પણ તેનાથી
કદી સુખ મળે નહિ ને તૃષ્ણા મટે નહિ, ઊલ્ટો તે જીવ મિથ્યાભ્રમણાથી મહા દુઃખી થાય.
માટે કહે છે કે–
હે જીવ! એક ક્ષણ પણ શુદ્ધસ્વરૂપને ભૂલીને બીજે ક્યાંય આત્મબુદ્ધિ કરીશ
નહિ. સદાય શુદ્ધનયસ્વરૂપ શુદ્ધઆત્માને ઉપાદેય કરજે, –તેને શ્રદ્ધામાં રાખજે.
એના સિવાય બીજાનો આદર કદી કરીશ નહીં.

અરે, ચેતનહંસ તું
સિદ્ધભગવંતોની સાથે વસનારો, તેને
બદલે આ દેહપીંજરામાં તેં તારો
વસવાટ કર્યો? ચેતનપ્રભુ થઈને તને
જડ પીંજરામાં પૂરાવું કેમ ગમ્યું?
જ્ઞાનપાંખ લગાવીને અનુભવના
આકાશમાં ઊડ....અને પહોંચી જા તારા
સિદ્ધાલયમાં!