Atmadharma magazine - Ank 294
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 45

background image
ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૧૭
(અનુસંધાન પાન ૮ થી ચાલુ)
સામાન્ય અને વિશેષ બંનેમાં જ્ઞાન જ પ્રકાશી રહ્યું છે. જ્ઞેયોને જાણતી વખતે
પણ જ્ઞાન તો જ્ઞાનનું જ છે, જ્ઞાન કાંઈ જ્ઞયોનું નથી. રાગને જાણતી વખતે જ્ઞાન તો
જ્ઞાન જ છે, જ્ઞાન કાંઈ રાગ નથી. જ્ઞાન ને આનંદ તે મારો સ્વાદ છે. રાગાદિ તે મારો
સ્વાદ નથી–આવી ભિન્નતાનું ભાન ભૂલીને અજ્ઞાની જ્ઞાનને અને રાગાદિ જ્ઞેયોને
ભેળસેળ અનુભવે છે. હાથીની જેમ;– હાથીને ચૂરમું અને ઘાસ બંનેની ભિન્નતાનો વિવેક
નથી, બંનેને મિશ્રપણે ખાય છે; તેમ અજ્ઞાની જ્ઞાન અને રાગને મિશ્રપણે અનુભવે છે,
એટલે આનંદનો સ્વાદ તેને આવતો નથી.
અહીં તો કહે છે કે આવા ભિન્ન જ્ઞાનને જે અનુભવે છે તે સકલ શ્રુતરૂપ
જિનશાસનને અનુભવે છે. વિકલ્પને જ્ઞેય કરીને જે અટકે છે તે જિનશાસનને
અનુભવતો નથી, એટલે ભગવાનના ઉપદેશને જાણતો નથી. શુદ્ધ આત્માને જાણતો
નથી ને આનંદને પામતો નથી.
પર્યાય જ્યારે સામાન્યસ્વભાવ તરફ ઝુકી ત્યારે સામાન્યનો આવિર્ભાવ થયો
કહેવાય છે. પર્યાયમાં એકલા પરને જ દેખે ને સ્વને ન દેેખે તો તેેને સામાન્યનો
તિરોભાવ થઈ ગયો છે ને વિશેષનો આવિર્ભાવ થયો છે. જો કે વિશેષના આવિર્ભાવ
વખતેય જ્ઞાની તો જ્ઞાનને જ્ઞાનપણે જ દેખે છે, એટલે તે વિશેષ વખતેય પોતાને પરથી
ભિન્ન જ્ઞાનપણે જ અનુભવે છે. આવો અનુભવ તે જિનશાસન છે.
જિનશાસન એટલે શું? અથવા ભગવાનનો ઉપદેશ ક્યારે સમજ્યો કહેવાય?
તેની આ વાત છે. જ્ઞાનપર્યાય રાગથી ને પરસંયોગથી મુક્ત થઈને પોતાના
ચિદાનંદસ્વભાવમાં એકતારૂપે પરિણમી, તેમાં શુદ્ધ આત્માની અનુભૂતિ થઈ, તેને
જિનશાસન કહ્યું છે. આ જ ભગવાને ઉપદેશેલા સર્વ શ્રુતનો સાર છે.
સામાન્ય અને વિશેષ બંનેના આવિર્ભાવ વખતે પણ જ્ઞાન તો જ્ઞાન જ છે, જ્ઞાન
કાંઈ જ્ઞેયપણે પ્રસિદ્ધ નથી થતું પણ જ્ઞાન તો જ્ઞાનપણે જ પ્રસિદ્ધ