જ્ઞાનની અસ્તિ વગર જ્ઞેયને જાણ્યું કોણે? પરજ્ઞેયને જાણતી વખતે પણ જ્ઞાનનું
અસ્તિત્વ તો જ્ઞેયથી ભિન્ન જ જ્ઞાની અનુભવે છે. એટલે વિશેષની પ્રસિદ્ધિ વખતેય (–
પરને જાણતી વખતેય) જ્ઞાની જ્ઞાનને જ સ્વપણે અનુભવે છે. રાગને જાણતી વખતે ‘હું
રાગ છું’ એમ જ્ઞાની નથી અનુભવતા, પણ ‘હું જ્ઞાન છું’ એમ જ્ઞાની અનુભવે છે.
આવી જ્ઞાનની પ્રસિદ્ધિ, જ્ઞાનની અનુભૂતિ તે જૈનશાસન છે. તેમાં રાગનો અભાવ છે.
જાણનારો પોતાની વિદ્યમાનતા વગર કોઈને જાણે એમ કદી બની શકે નહિ. જ્ઞેયને
જાણ્યું એમ કહેવું ને જાણનાર જ્ઞાનની નાસ્તિ કહેવી –એ કદી સંભવે નહિ.
જિનશાસન છે; તેમાં શાંતિ છે, તેમાં આનંદ છે, તેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે.
આવી અનુભૂતિવાળા આત્માને જ પરમાર્થઆત્મા કહે છે. જેમ છઠ્ઠી ગાથામાં કહ્યું કે
પરદ્રવ્યોથી ને પરભાવોથી ભિન્નપણે ‘ઉપાસવામાં આવતો’ આત્મા તે ‘શુદ્ધ’ કહેવાય
છે, એટલે નિર્મળ પર્યાયરૂપે તે પરિણમ્યો છે. તેમ અહીં સામાન્યજ્ઞાનની પ્રસિદ્ધિ કહેતાં
જ્ઞાનપર્યાય અંતરમાં ઢળી ગઈ છે તેની વાત છે. પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને
એટલે કે તેમનાથી ભિન્ન જ્ઞાનને અનુભવતાં જે કેવળ એકલા શુદ્ધ આત્માનો અનુભવ
થાય છે તેમાં આત્મા સર્વત : વિજ્ઞાનઘન પણે સ્વાદમાં આવે છે. –આવો અનુભવ તે
ધર્મ છે, તેમાં અતીન્દ્રિય આનંદ છે, તે જ મોક્ષમાર્ગ અને જિનશાસન છે; અનંતા
તીર્થંકરભગવંતોના ઉપદેશનો તે સાર છે.