Atmadharma magazine - Ank 294
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 45

background image
ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૧૯
જીવના પાંચ ભાવો
(તેમાંથી મોક્ષના કારણરૂપ ભાવ કયા?)
[રાજકોટ શહેરમાં આ વખતે સમયસાર ગા. ૧પ ઉપર
પ્રવચનો પૂર્ણ થયા પછી સમયસાર ગા.૩૨૦ ઉપરની જયસેનાચાર્ય
રચિત ‘તાત્પર્યવૃત્તિ’ નામની ટીકા ઉપર પ્રવચનો થયા હતા.
પ્રવચનમાં અનુકૂળતા રહે તે માટે તે ગાથાનો ગુજરાતી અનુવાદ
ભાઈશ્રી હિંમતલાલ જે. શાહે કરેલ તે છપાવેલ હતો. એના ઉપરનાં
પ્રવચનો છપાવીને ‘આત્મધર્મ’ ના ગ્રાહકોને ભેટ આપવાની
જાહેરાત રાજકોટના શેઠશ્રી મોહનલાલ કાનજીભાઈ ઘીયા તરફથી
કરવામાં આવી છે; એટલે અહીં તે પ્રવચનોમાંથી થોડોક નમૂનો
આપીએ છીએ.
]
*
જ્ઞાનસ્વભાવી આત્મા પરનો અકર્તા ને અવેદક છે, તેને ભૂલીને પરના કર્તૃત્વની
ને ભોકતૃત્વની બુદ્ધિથી જીવ સંસારમાં દુઃખી થઈ રહ્યો છે; તેથી અહીં આચાર્યદેવ
આત્માનો પરથી ભિન્ન અકર્તા–અભોક્તા જ્ઞાનમાત્ર સ્વભાવ બતાવે છે :–
दिठ्ठी संयपि णाणं अकारयं तह अवेदयं चेव ।
जाणदि य बंधमोक्खं कम्मुदयं णिज्जरं चेव ।। ३२०।।
જેમ આંખ અગ્નિને કરતી નથી કે તેની ઉષ્ણતાને વેદતી નથી; જો આંખ
અગ્નિને કરે કે ભોગવે તો તો આંખ બળી જાય. –પણ આંખ તો દેખનારી જ છે;
સંધુકરણ કરનારને આંખ દેખે છે ને અગ્નિથી ઉષ્ણ થયેલ લોખંડના ગોળાને પણ આંખ
દેખે જ છે, પણ તેને આંખ કરતી કે ભોગવતી નથી, આંખ તો દેખનાર જ રહે છે, તેમ
જ્ઞાન અને દર્શન જેની આંખ છે એવો આત્મા પણ બાહ્યપદાર્થોને કે કર્મના બંધ–મોક્ષને
કરતો નથી ને ભોગવતો નથી, તેનો દ્રષ્ટા–જ્ઞાતા જ રહે છે. –આત્માનો દ્રષ્ટા–જ્ઞાતા
સ્વભાવ અનુભવમાં લેવો તે ધર્મ છે.