Atmadharma magazine - Ank 294
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 45

background image
૨૦ : આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
ભાઈ! તું તો જ્ઞાનસ્વરૂપ છો. તારું ચૈતન્યનેત્ર જગતનું સાક્ષી છે, પણ પોતાથી બાહ્ય
એવા રાગાદિને કે જડની ક્રિયાને તે કરનાર નથી. શુદ્ધ જ્ઞાનમાં પરનું કર્તા–ભોક્તાપણું સમાતું
નથી. જ્ઞાનમાં રાગાદિનું કર્તાપણું માનવું તે તો આંખ પાસે પથરા ઉપડાવવા જેવું છે.
જ્ઞાનભાવની મૂર્તિ આત્મા છે, તે જ્ઞાનરૂપે પરિણમેલા જ્ઞાની રાગાદિના કર્તા–ભોક્તાપણે
પરિણમતા નથી. જ્ઞાનના પરિણમનમાં રાગનું પરિણમન નથી. શુદ્ધપરિણતિમાં અશુદ્ધ
પરિણતિનું કર્તૃત્વ કેમ હોય ? શુદ્ધપરિણતિરૂપે પરિણમેલો જીવ પણ રાગાદિ અશુદ્ધતાનો
કર્તા–ભોક્તા નથી. તેનું ઉપાદાન શુદ્ધપણે પરિણમી રહ્યું છે. શુદ્ધ ઉપાદાનરૂપે પરિણમતો તે
જીવ શુદ્ધભાવનો જ કર્તા–ભોક્તા છે, તે અશુદ્ધતાનો કર્તા–ભોક્તા નથી. આવી શુદ્ધતારૂપે
પરિણમેલો આત્મા તે શુદ્ધઆત્મા છે.
અરે જીવ! તારી ચૈતન્યજાત કેવી છે? તારી ચૈતન્યઆંખ કેવી છે. તેની આ વાત છે.
જગતનું પ્રકાશક પણ જગતથી જુદું એવું જ્ઞાનનેત્ર તે તારું સ્વરૂપ છે. આવા જ્ઞાનસ્વરૂપની
શ્રદ્ધા ને અનુભવ કરવો તે કરવાનું છે. પરભાવનું કર્તૃત્વ–ભોક્તૃત્વ જ્ઞાનને સોંપવું તે તો
બોજો છે. કોઈ આંખ પાસે રેતી ઉપડાવવા માંગે તો તે આંખનો નાશ કરવા જેવું છે; તેમ
જડનું ને પુણ્ય–પાપનું કાર્ય જ્ઞાન પાસે કરાવવા માગે છે તેને જ્ઞાનની શ્રદ્ધા જ નથી. ધર્મી તો
વિકાર વગરના જ્ઞાનમાત્રભાવે પોતાને અનુભવે છે. શુદ્ધદ્રષ્ટિની જેમ શુદ્ધજ્ઞાન (ક્ષાયિકજ્ઞાન)
પણ રાગાદિનું અકર્તા–અભોક્તા છે. ક્ષાયિકજ્ઞાન કહેતાં તેરમા ગુણસ્થાનની જ વાત ન
સમજવી; ચોથા ગુણસ્થાનથી પણ જે શુદ્ધ જ્ઞાનપરિણમન થયું છે તે પણ ક્ષાયિકજ્ઞાનની જેમ
જ રાગાદિનું અકર્તા ને અભોક્તા છે. જ્ઞાનનો સ્વભાવ જ રાગાદિનો અકર્તા–અભોક્તા છે.
અહો! મિથ્યાત્વ છૂટતાં જીવ સિદ્ધસદ્રશ છે. જેમ કેવળજ્ઞાન થતાં રાગાદિનું કર્તા–ભોક્તાપણું
જરાપણ રહેતું નથી તેમ અહીં પણ જ્ઞાનનો એવો જ સ્વભાવ છે–એમ ધર્મીજીવ જાણે છે.
અહો! જેમ કેવળજ્ઞાનમાં રાગનું કે પરનું કર્તા–ભોક્તાપણું નથી, તેમ જ્ઞાનના કોઈ
અંશમાં પરનું કે રાગનું કર્તા–ભોક્તાપણું નથી. આત્મા આવા જ્ઞાનસ્વભાવથી ભરપૂર છે.
જ્ઞાનમાં એવું કોઈ બળ નથી કે પરને કરી દ્યે. કેવળજ્ઞાન થતાં જ્ઞાનનું જોર ઘણું વધી ગયું તેથી
જ્ઞાન પરમાં કાંઈ કરે–એમ બનતું નથી. ભાઈ, તારું જ્ઞાન તો પોતાના આનંદને ભોગવનારું
છે, એ સિવાય પરને તો તે કરતું–ભોગવતું નથી. જ્ઞાનની અનંતી તાકાત પ્રગટી–પણ તે
તાકાત શું કરે? પોતાના પૂરા આનંદને તે વેદે, પણ પરમાં કાંઈ કરે નહિ. ભાઈ! અનંત
વીર્યસહિત એવું જે ક્ષાયિકજ્ઞાન તેમાં પણ પરને કરવા–ભોગવવાની તાકાત નથી તો તારામાં
એ વાત ક્યાંથી લાવ્યો? તને ક્ષાયિકજ્ઞાનની ખબર નથી એટલે તારા જ્ઞાનસ્વભાવનીયે તને
ખબર નથી.
આવા જ્ઞાનસ્વભાવને ઓળખીને જે શુદ્ધ જ્ઞાનપરિણતિરૂપે પરિણમ્યો તે જીવ શું કરે
છે? –કે બંધમોક્ષને તેમજ ઉદય–નિર્જરાને જાણે જ છે. કર્મની બંધ–મોક્ષ કે