Atmadharma magazine - Ank 294
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 45

background image
૨૬ : આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
રાગાદિને અનાત્મા કહ્યો છે. શુદ્ધજીવમાં રાગાદિ નથી, ને શુદ્ધજીવને વિષય કરનાર
નિર્મળપર્યાયમાં પણ રાગાદિ નથી. આવી પર્યાય તે મોક્ષમાર્ગ છે; ને વસ્તુ પારિણામિકભાવે
ત્રિકાળ છે.
મોક્ષમાર્ગમાં ઉપશમિક, ક્ષાયિક કે ક્ષાયોપશમિકભાવ આવે, પારિણામિકભાવ કે
ઔદયિકભાવ તે મોક્ષમાર્ગરૂપ નથી. ઔદિયિકભાવ તે બંધરૂપ છે. પારિણામિકભાવ બંધ–
મોક્ષની અપેક્ષા વગરનો ત્રિકાળ એકરૂપ છે. પાંચ ભાવોનું આવું સ્વરૂપ ઓળખે તો
ત્રિકાળશુદ્ધભાવને આધારે ઔપશમિકાદિ ભાવરૂપ મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. આ રીતે દ્રવ્ય–
પર્યાયના જોડકારૂપ આત્મવસ્તુ છે.
જીવના પાંચ ભાવોની વાત ચાલે છે.–
ત્યાં પ્રથમ તો જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકારના
પારિણામિકભાવો છે; તેમાં શુદ્ધજીવત્વશક્તિલક્ષણરૂપ પારિણામિકપણું તે તો
શુદ્ધદ્રવ્યાર્થિકનયાશ્રિત હોવાથી નિરાવરણ અને ‘શુદ્ધપારિણામિકભાવ’ એવી સંજ્ઞાવાળું
જાણવું; તે તો બંધ–મોક્ષપરિણતિથી રહિત છે.
–આવા સ્વભાવને અનુસરતાં શુદ્ધતા થાય છે, તે મોક્ષમાર્ગ છે. પણ મોક્ષમાર્ગ તે
શુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય નથી. શુદ્ધપારિણામિકભાવ તે સહજભાવ છે; તે કોઈ કર્મથી બંધાય
નહિ, ને તેને છૂટવાપણું પણ ન હોય. બંધન અને છૂટવું તે બંને પર્યાયમાં છે.
શુદ્ધ ચૈતન્યપ્રાણરૂપ જીવત્વ તે શુદ્ધજીવત્વ છે.
અશુદ્ધ દશ પ્રાણોથી જીવવારૂપ જીવત્વ તે અશુદ્ધજીવત્વ છે, તેમજ ભવ્યત્વ તથા
અભવ્યત્વ એ બંને પણ પર્યાયાર્થિકનયાશ્રિત છે,–આ ત્રણે પ્રકારોને ‘અશુદ્ધ
પારિણામિકભાવ’ની સંજ્ઞા છે. શુદ્ધનયના વિષયમાં તે આવતા નથી. સિદ્ધોને તેનો અભાવ
છે, ને શુદ્ધનયથી સર્વે જીવોને તેનો અભાવ છે. –એટલે શુદ્ધજીવનો સ્વભાવ ન હોવાથી તેને
અશુદ્ધ કહ્યા છે.
જડરૂપ પ્રાણથી તો આત્મા ત્રિકાળ જુદો છે; ને અંદર જીવની પર્યાયમાં દશ પ્રાણ
ધારણ કરવારૂપ જે યોગ્યતા–તે પણ જીવનું શુદ્ધ જીવન નથી. એકરૂપ સહજ જીવત્વસ્વભાવ તે
શુદ્ધપારિણામિકભાવ છે. મોક્ષ થવાની યોગ્યતા અથવા મોક્ષ થવાની અયોગ્યતા–એ બંને
ભાવો પર્યાયરૂપ છે; ને પર્યાયરૂપ હોવાથી તેને ‘અશુદ્ધપારિણામિક’ કહ્યા છે. શુદ્ધદ્રવ્યરૂપે
એવો જે પરમસ્વભાવ તે શુદ્ધનયનો વિષય છે ને તેને શુદ્ધપારિણામિકભાવ કહ્યો છે. –આવા
લક્ષણવાળા નિજપરમાત્મદ્રવ્યના સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–અનુસરણ તે મોક્ષમાર્ગ છે, તે
ઔપશમિકાદિ ત્રણ ભાવરૂપ છે.