ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૨૭
જીવને નથી કંઈ જીવસ્થાનો; માર્ગણાસ્થાનો પણ શુદ્ધ જીવને નથી. ગતિ, ઈંદ્રિય વગેરે
૧૪ માર્ગણાવડે જીવને ઓળખાવવો તે વ્યવહારજીવ છે; પરમાર્થભૂત શુદ્ધજીવસ્વભાવ
માર્ગણાથી પાર છે.
શુદ્ધનયથી જોતાં બધાય જીવો અશુદ્ધપ્રાણોથી રહિત છે; ને સિદ્ધભગવંતોને તો
પર્યાયમાં પણ અશુદ્ધભાવો રહ્યા નથી. સંસારી જીવોને પર્યાયમાં અશુદ્ધભાવો છે પણ
શુદ્ધદ્રવ્યની દ્રષ્ટિથી જોતાં તેનામાં અશુદ્ધભાવોનો અભાવ છે. બધાય જીવો પરમપારિણામિક
શુદ્ધભાવરૂપ છે.
ત્રણ પ્રકારના જે અશુદ્ધ પારિણામિકભાવ કહ્યા, તેમાં ભવ્યત્વપારિણામિકભાવને તો
યથાસંભવ સમ્યકત્વાદિ જીવગુણોનું ઘાતક દેશઘાતી અને સર્વઘાતીકર્મ પર્યાયાર્થિકનયે ઢાંકે છે
એમ જાણવું. સમ્યકત્વાદિરૂપ મોક્ષમાર્ગ પ્રગટે ત્યારે ભવ્યત્વશક્તિ વ્યક્ત થઈ કહેવાય છે.
મોક્ષદશા થઈ ગયા પછી મોક્ષની યોગ્યતારૂપ વ્યવહાર રહેતો નથી.
અનંત ચૈતન્યશક્તિથી ભરેલો આત્મા ચમત્કારિક વસ્તુ છે–અલૌકિક ધર્મો આત્મામાં
છે, પણ જીવોને તેની ખબર નથી. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે–ચૈતન્યનો ગુપ્ત ચમત્કાર
સૃષ્ટિના લક્ષમાં નથી. ભાઈ! તારી પરમશક્તિ સંતો તને ઓળખાવે છે.
પરમ પારિણામિકભાવરૂપ જે પરમાત્મસ્વભાવ તેની સન્મુખ પરિણમતાં જે શુદ્ધભાવ
પ્રગટે છે તેને ‘શુદ્ધાત્માભિમુખ પરિણામ’ અથવા શુદ્ધોપયોગ કહેવાય છે; તેને મોક્ષમાર્ગ
કહેવાય છે; તે પરિણામ ઔપશમિક–ક્ષાયોપશમિક કે ક્ષાયિકભાવરૂપ છે.
પાંચ ભાવમાં પારિણામિકભાવને તો બંધ–મોક્ષ રહિત કહ્યો, બંધ–મોક્ષની ક્રિયા તેમાં
ન હોવાથી તેને નિષ્ક્રિય પણ કહેવાય.
બાકીના ચાર ભાવો પર્યાયરૂપ છે; ઔપશમિકાદિ ભાવો મોક્ષના કારણરૂપ છે;
ઔદયિકભાવ તે બંધના કારણરૂપ છે. આમ પાંચ ભાવોને જાણીને શુદ્ધપારિણામિક–ભાવની
ભાવના કરવા જેવી છે. ‘ભાવના’ તે મોક્ષમાર્ગ પર્યાય છે.
ધ્યાન કહો, પરમાત્મતત્ત્વની ભાવના કહો, રાગ વગરનો ભાવ કહો, શુદ્ધ ઉપાદાન
કહો, જાણવારૂપ ભાવ કહો, ઔપશમિક–ક્ષાયોપશમિક–ક્ષાયિકભાવ કહો, શુદ્ધાત્મ–અભિમુખ
પરિણામ કહો, શુદ્ધોપયોગ કહો, ધર્મ કહો, રત્નત્રય કહો–એ બધાં મોક્ષમાર્ગનાં નામો છે.
આમાં ક્યાંય રાગ નથી આવતો; પરાશ્રય નથી આવતો. સ્વાધીન થઈને સ્વસન્મુખપણે
નિજનિધાનને પ્રગટ કરે એવો આત્મા છે.
નિજાધીન નિધાનથી ભરેલો આત્મા, તેને દ્રષ્ટિમાં લેતાં નિધાન ખૂલે છે...ને
મોક્ષમાર્ગ પ્રગટે છે.
મોક્ષમાર્ગ છે તે શુદ્ધાત્માની અભિમુખ પરિણામ છે, ને શુભાશુભરાગથી તે વિમુખ છે.
જે શુભરાગ છે તે નિજાત્મસન્મુખ પરિણામ નથી પણ વિમુખ છે. હજી તો