Atmadharma magazine - Ank 294
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 45

background image
૩૮ : આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સુંદર સગવડ
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
ઉપરોક્ત બોર્ડિંગમાં ધોરણ પ થી ૧૧ (એસ.એસ.સી) સુધી અભ્યાસ કરતા જૈન
વિદ્યાર્થીઓને કોઈપણ ફિરકાના ભેદભાવ વગર દાખલ કરવામાં આવે છે.
માસિક ભોજનના પૂરી ફીના રૂા. ૩૦/– તથા ઓછી ફીના રૂા. ૨૦/– ચાર્જ લેવામાં
આવે છે.
અહીંની ગુરુકૂળ હાઈસ્કૂલમાં ધોરણ પ થી અંગ્રેજી શીખવવામાં આવે છે. અહીં રહેતા
વિદ્યાર્થીઓને શ્રી સનાતન દિગંબર જૈનધર્મના ધાર્મિક અભ્યાસ કરવાનો તથા આધ્યાત્મિક
સંત પરમોપકારી પૂજ્ય શ્રી કાનજીસ્વામીના વ્યાખ્યાનશ્રવણનો પણ અલભ્ય લાભ મળે છે.
વિદ્યાર્થીઓને રહેવા માટે ગામની બહાર વિશાળ હવા–ઉજાસવાળું સુંદર મકાન છે.
દરેક વિદ્યાર્થીને સૂવા માટે પલંગ આપવામાં આવે છે.
સંસ્થામાં દૂધ તથા ખોરાક સાદો સાત્ત્વિક ચોકખો આપવામાં આવે છે.
અહીં વિદ્યાર્થીઓને શારીરિક તથા માનસિક વિકાસની સુંદર તક મળે છે.
દાખલ થવા ઈચ્છનાર વિદ્યાર્થીઓએ તા.૩૦–૪–૬૮ સુધીમાં ૧પ પૈસાની ટિકિટો બીડી
પ્રવેશપત્રો અને નિયમો મંગાવી તે વિગતવાર ભરી વાર્ષિક પરીક્ષાના પરિણામ (પ્રગતિપત્રક)
અગર હેડમાસ્તરની સહીવાળું માર્કશીટ સાથે તા.૧પ–પ–૬૮ સુધીમાં મોકલી આપવા.
લિ.–
મલુકચંદ છોટાલાલ શાહ
જૈનદર્શન શિક્ષણવર્ગ
સોનગઢમાં દર વર્ષની માફક જૈન વિદ્યાર્થીભાઈઓ માટેનો ધાર્મિક શિક્ષણવર્ગ વૈશાખ
વદ એકમને સોમવાર તા.૧૩–પ–૬૮ થી શરૂ થશે અને તા.૧–૬–૬૮ જેઠ સુદ પાંચમ સુધી
૨૦ દિવસ ચાલશે. જેમને શિક્ષણવર્ગમાં દાખલ થવા ઈચ્છા હોય તેમણે (જૈન સ્વાધ્યાય મંદિર
ટ્રસ્ટ, સોનગઢ–સૌરાષ્ટ્ર) એ સરનામે ખબર આપવા. બીજા પુસ્તકો ઉપરાંત દ્રવ્યસંગ્રહ
(ગુજરાતી) પણ વર્ગમાં ચાલે છે, તો જેમની પાસે દ્રવ્યસંગ્રહ હોય તેઓ તે જરૂર લાવશો–
કેમકે સોનગઢમાં દ્રવ્યસંગ્રહ પુસ્તક બહુ થોડા છે.
* * *