Atmadharma magazine - Ank 294
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 45

background image
ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૩૯
વાઘ અને સિંહ
ગતાંકના વાઘનું દ્રશ્ય (જે ભૂલથી
હૈદરાબાદનું લખાઈ ગયેલ તે) મૈસુરનું હતું,
અને આ સિંહનું દ્રશ્ય હૈદરાબાદનું છે. પરંતુ
ઓલો વાઘ તો સાચો હતો, પણ આ સિંહ
સાચો નથી, આ તો પથ્થરમાં કોતરેલો છે.
એ કોતરેલો સિંહ એની મસ્તીમાં મસ્ત છે
તો ગુરુદેવ પોતાની મસ્તીમાં મસ્ત છે. એ
તો વિચારી રહ્યા છે કે ‘વળી પર્વતમાં વાઘ–
સિંહ સંયોગ જો...અડોલ આસન ને મનમાં
નહિ ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા
યોગ જો...’
એવી મુનિદશાનો ધન્ય અવસર કયારે આવશે? (હૈદરાબાદનું મ્યુઝીયમ–કે જે
ભારતમાં સૌથી મોટું ગણાતું–તે જોયું, પરંતુ એમાં એવી કોઈ વિશેષતા ન દેખાણી કે જે
ગુરુદેવને આશ્ચર્ય ઉપજાવે. નીરસપણે ઊડતું અવલોકન કરીને ત્યાંના એક ઓટલા ઉપર
બેઠાબેઠા ગુરુદેવ કંઈક ચિન્તન કરી રહ્યા છે.)
* નાઈરોબી (આફ્રિકા) માં ભાઈશ્રી રાયચંદ ધરમશી ચેલાવાળા તા.૬–૩–૬૮ ના રોજ સ્વર્ગવાસ
પામ્યા છે. મોશી (આફ્રિકા) માં તેમણે ઘરમાં નાનું સરખું મંદિર બનાવેલું, ને મુમુક્ષુમંડળના બધા
કાર્યક્રમો ત્યાં થતા હતા.
* આટકોટ મુકામે ભાઈશ્રી ચુનીલાલ નારણજી તા.૨૭–૨–૬૮ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
* ભાઈશ્રી હિંમતલાલ હરખચંદના માતુશ્રી સમરતબેન મોરબી મુકામે ફાગણ સુદ ૧૪ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે.
* લાખણકામાં ભાઈશ્રી મનસુખલાલ આણંદજી ગત ફાગણ સુદ ૧૪ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
(બ્ર.ગુલાબચંદભાઈના તે નાના ભાઈ હતા.)
* મુંબઈ વિલેપારલેમાં ભાઈશ્રી રતિલાલ હીરાચંદ (મોરબીવાળા ધારશીભાઈના બનેવી) ફાગણ વદ
એકમના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિત પામો.