Atmadharma magazine - Ank 294
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 45

background image
: આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
દ્રષ્ટિ જોઈએ. શુદ્ધાત્માને ન જાણે ને બીજું બહારનું જાણે–શાસ્ત્ર ભણે, તોપણ તેમાં સુખ
નથી, તે સાચું જ્ઞાન નથી. સાચું જ્ઞાન ને સુખ તો તેમાં છે કે જે જ્ઞાન અંતર્મુખ થઈને
શુદ્ધ આત્માને અનુભવમાં લ્યે. તે જ્ઞાનમાં સકલશ્રુતનું રહસ્ય સમાઈ ગયું. કેમકે બધું
જ્ઞાન તો આત્મામાં સમાય છે, આત્માથી જુદું જ્ઞાન નથી.
અંતરમાં અબદ્ધસ્પૃષ્ટ શુદ્ધ આત્માનો અનુભવ કરનાર શુદ્ધનયરૂપ
શ્રુતજ્ઞાનપર્યાય તે આત્મા જ છે; કેમકે આત્મા સાથે તે અભેદ છે, માટે તે પર્યાયને
અભેદપણે આત્મા જ કહ્યો, ને તેને જ જિનશાસન કહ્યું. એકલું પરલક્ષી જ્ઞાન તે આત્મા
નથી. તે જિનશાસન નથી; તે તો અજ્ઞાન અને અનાત્મા છે. સ્વસન્મુખ થયેલું શ્રુતજ્ઞાન
તે આત્મા જ છે. તેથી સ્વસન્મુખ જ્ઞાનની અનભૂતિ તે આત્માની જ અનુભૂતિ છે.
નિર્મળ જ્ઞાનપર્યાય અને આત્મા અભેદ છે; તેથી શુદ્ધ આત્માના અનુભવને સમસ્ત
શ્રુતજ્ઞાનનો અનુભવ કહ્યો; સમસ્ત શ્રુતજ્ઞાન એટલે કે જિનશાસન, ભગવાનની
શિખામણ, તે શુદ્ધ આત્માના અનુભવમાં સમાય છે.
* * *

બાર અંગરૂપ જે જિનોપદેશ, તેમાં શું કહ્યું? કે શુદ્ધ આત્માનો અનુભવ કરવાનું
ભગવાને કહ્યું છે; માટે શુદ્ધ આત્માનો અનુભવ કરનારું જ્ઞાન તે જિનશાસન છે.
આત્માને કર્મના સંબંધવાળો અને રાગ–દ્વેષવાળો જ દેખવો તે મિથ્યાદ્રષ્ટિ છે;
કર્મના સંબંધ વગરનો, શુદ્ધ એકરૂપ આત્માને દેખવો તે સમ્યક્દ્રષ્ટિ છે, તે જિનશાસનની
દ્રષ્ટિ છે; જિનશાસન એટલે ભગવાનનો ઉપદેશ, તેને સમજવો હોય તો અંતરમાં શુદ્ધ
આત્માને દેખવો– અનુભવવો. શુદ્ધ આત્માને દેખનારી નિર્મળપર્યાયને જ જિનશાસન
કહ્યું, અથવા અભેદપણે શુદ્ધ આત્માને જિનશાસન કહ્યું; કેમ કે શુદ્ધ આત્માને દેખનારી
જે પર્યાય છે તે તેમાં અભેદ થઈને દેખે છે. અને આ રીતે અભેદ થઈને શુદ્ધ આત્માને
દેખતાં વિકલ્પ તૂટે છે ને નિર્વિકલ્પ આનંદ આવે છે. શુદ્ધ આત્માની અનુભૂતિ વગર
વિકલ્પ તોડવા માંગે તો કદી તૂટે નહિ. પણ ધ્યેયની શૂન્યતા થઈ જાય એટલે કે મૂઢતા
થઈ જાય. વિકલ્પની શૂન્યતા તે તો નાસ્તિ છે, ભાઈ! કઈ