Atmadharma magazine - Ank 295
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 45

background image
: વૈશાખ : ર૪૯૪ “આત્મધર્મ” : ૧૫ :
ઓળખી શકે, ને તેને જ જ્ઞાનીની ઓળખાણનો ખરો પરમાર્થ લાભ પ્રાપ્ત થાય; એકલા
ઉપલકભાવે ઓળખે તેમાં સાચું ફળ ન આવે. અનંતવાર જીવને જ્ઞાની તો મળ્‌યા, પણ
જ્ઞાનીના આત્માને જ્ઞાનીપણે ઓળખ્યા નહિ. રાગ અને દેહ ઉપર દ્રષ્ટિ રાખીને જ્ઞાનીને
પણ એ જ દ્રષ્ટિથી જોયા; પણ રાગથી ને દેહથી પાર એવા ચૈતન્યભાવની દ્રષ્ટિથી
જ્ઞાનીને ઓળખ્યા નહિ, તેથી જ્ઞાનીની ખરી ઉપાસના તેણે કરી નહિ.
અનુમાનરૂપ લિંગ દ્વારા નહિ પણ સીધું પોતાના સ્વભાવ દ્વારા જાણવાનો જેનો
સ્વભાવ છે એવો આત્મા છે; એટલે કે પ્રત્યક્ષ જાણનારો આત્મા છે. પુણ્ય–પાપ દ્વારા
ઈન્દ્રિયો દ્વારા આત્માના આનંદનું વેદન થતું નથી. પણ અંતર્મુખ સ્વસંવેદનપ્રત્યક્ષ દ્વારા
પોતે પોતાના આનંદને વેદનારો છે. અંતરને અનુભવનારો જે પ્રત્યક્ષ અંશ છે તે
આત્માનો સ્વભાવ છે; સહજભાવ તે આત્મસ્વભાવરૂપ છે. આત્મા આત્મભાવ વડે
જણાય, આત્મા પરભાવ વડે ન જણાય.
પોતામાં જે રાગથી લાભ માને છે, દેહની ક્રિયાને પોતાની માને છે, તે સામા
જીવોમાં પણ રાગને અને દેહની ક્રિયાને જ દેખે છે; એટલે તેનું અનુમાન પણ સાચું હોતું
નથી; આત્માનું ખરૂં સ્વરૂપ તેને અનુમાનમાં પણ નથી આવતું. શરીરવાળો આત્મા
નહિ, આત્મા તો રૂપ વગરનો અશરીરી છે; રાગ વાળો પણ આત્મા નહિ, ને
ઈન્દ્રિયજ્ઞાન કે મનના અવલંબનવાળું એકલું પરલક્ષી અનુમાનજ્ઞાન તે પણ પરમાર્થ
આત્મા નહિ. આત્મા તો એકલા ચૈતન્યમય અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ છે. અતીન્દ્રિય કહો કે
પ્રત્યક્ષ કહો, એવા જ્ઞાનવડે જાણવાનો આત્માનો સ્વભાવ છે.
લિંગ એટલે આત્માનું ચૈતન્યચિહ્ન આત્મા ઉપયોગલક્ષણ વાળો છે; તે
જ્ઞેયપદાર્થોના આલંબન વડે જાણનાર નથી, પણ સ્વાધીનપણે જાણનાર છે. ઈન્દ્રિયના
અવલંબનવાળું તો જ્ઞાન આત્માનું ચિહ્ન નહિ, ને એકલા બહારના જ્ઞેયોના
અવલંબનવાળું જ્ઞાન તે પણ આત્માનું ચિહ્ન નથી; પરાલંબી ભાવ વડે આત્મા જણાય
નહિ. પોતાના આનંદસ્વભાવનું વેદન પરના અવલંબનવાળું નથી. પરના અવલંબને
જ્ઞાન નથી તેમ પરના અવલંબને સુખ પણ નથી.
પરાલંબીભાવરૂપ વ્યવહાર તે ખરો આત્મા નહિ. મૂર્તિ વગેરે વ્યવહાર છે ખરો,
પણ તે જ્ઞેયના અવલંબને શુભરાગ છે, આત્માનો સ્વભાવ તે પરાલંબી ભાવ વગરનો
છે. વ્યવહાર કેવો છે ને તેની મર્યાદા કેટલી છે? અને પરમાર્થ આત્મા કેવો છે? તે
બધાનો વિવેક કરવો જોઈએ.
આખી સર્વજ્ઞશક્તિવાળો આત્મા, તે પરજ્ઞેયના અવલંબને ખંડખંડ જાણનારો
નહિ પણ પોતાના સ્વભાવને જ અવલંબીને જાણનાર છે. ઉપયોગ રાગરૂપ થઈને રાગને
નથી જાણતો, પણ ઉપયોગ ઉપયોગરૂપ રહીને જ રાગને જાણે છે. ઉપયોગ