Atmadharma magazine - Ank 295
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 45

background image
: ૪૦ : “આત્મધર્મ” : વૈશાખ : ર૪૯૪
ઉપાદાન–નિમિત્તની સંધિપૂર્વકની વાત છે. હે વાલીડા! અનુભવનો આ અવસર
છે... તેને તું ચુકીશ મા. આમ અનુભવનો ઉલ્લાસ પ્રેરનારું પ્રવચન ગુરુદેવના
શ્રીમુખથી સાંભળતાં સૌને ઘણો હર્ષ થયો.
પ્રવચન બાદ–૭૯મા જન્મોત્સવની ખુશાલીમાં સેંકડો ભક્તો તરફથી ૭૯ની
રકમો જાહેર કરવામાં આવી હતી, –જેમાં આફ્રિકા વગેરેના મુમુક્ષુઓ તરફથી પણ
અનેક રકમો આવી હતી. ગામેગામથી સેંકડો અભિનંદન સંદેશાઓ આવેલા હતા.
તથા જન્મોત્સવ નિમિત્તે ગુરુદેવ પ્રત્યે સમાજની વતી હાર્દિક શ્રદ્ધાંજલિરૂપે વિદ્વાન
ભાઈશ્રી હિંમતલાલ જે. શાહ, રસિકભાઈ ધોળકિયા, ખીમચંદભાઈ જે. શેઠ,
પ્રમુખશ્રી નવનીતભાઈ ઝવેરી વગેરેએ સંક્ષિપ્ત ભાષણ વડે ગુરુદેવનો ઉપકાર અને
મહિમા વ્યક્ત કર્યો હતો. અને વીંછીયા મુમુક્ષુમંડળ તરફથી રજતપત્રમાં કોતરેલું
સ્તુતિપત્ર પ્રમુખશ્રી નવનીતભાઈ ઝવેરીના હસ્તે પૂ. ગુરુદેવને અર્પણ કરવામાં
આવ્યું હતું. બપોરે અને સાંજે પણ ભક્તિ વગેરે દ્વારા જન્મોત્સવનો આનંદ ચાલુ
જ હતો. આ રીતે જૈનશાસનના મહાન પ્રભાવક અને પરમ ઉપકારી ગુરુદેવનો
જન્મોત્સવ વીંછીયાનગરમાં આનંદથી ઉજવાયો. –તે બદલ વીંછીયાના દિગંબર
જૈનસંઘને અભિનંદન. આ ઉત્સવમાં શ્વેતાંબર સંઘે તેમજ નગરીની જનતાએ પણ
સુંદર સાથ આપ્યો હતો.
જન્મોત્સવ પછી વૈશાખ સુદ સાતમ–આઠમે ગુરુદેવ જન્મધામ
ઉમરાળાનગરીમાં પધારી રહ્યા છે. ત્યારબાદ વૈ. સુદ ૯ થી ૧૪ લીંબડી પધારશે, ને
વૈશાખ સુદ પૂર્ણિમાએ સોનગઢમાં મંગલ પધરામણી થશે.
આત્મવૈભવ (એક ખુલાસો) : આ પુસ્તકમાં ૧ર૯ મા પાને નીચે મુજબ
વાકય છપાયું છે તે રદ સમજવું– “ભિન્ન ભિન્ન અનંતગુણના મળીને અનંત
પ્રદેશો એકેક ચૈતન્ય પ્રદેશમાં રહેલા છે...” (ગુણોમાં પ્રદેશભેદ નથી; જ્ઞાન
આનંદ વગેરે ભિન્નભિન્ન ગુણોના પ્રદેશો ભિન્નભિન્ન નથી, ગુણોને પ્રદેશભેદ
નથી. –એ સંબંધી સ્પષ્ટતા આગળ પાછળના લખાણમાં આવેલી જ છે.)
લખાણમાં ઉપરોક્ત ક્ષતિ પ્રત્યે ધ્યાન ખેંચનાર જિજ્ઞાસુભાઈનો આભાર
માનીએ છીએ. (સં.)