શણગારવામાં આવી હતી...રાત્રે ઝગમગ દિવડાઓ વડે વૃક્ષો પણ જાણે ઉત્સવનો
આનંદ વ્યક્ત કરી રહ્યા હતા. દરવાજા પાસે (સ્કુલમાં) પ્રવચન વગેરે માટે
ચંદ્રપુરી–મંડપ રચવામાં આવ્યો હતો. આસપાસની ગ્રામ્યજનતા પણ હજારોની
સંખ્યામાં ઉત્સવ અને નગરીની શોભા જોવા ઉમટી પડી હતી. વીંછીયાના વતની –
જેઓ દશદશ વર્ષથી બહારગામ વસતા તેઓ પણ મોટી સંખ્યામાં ખાસ આ
ઉત્સવમાંં ભાગ લેવા આવી પહોંચ્યા હતા. પ્રવચનમાં સમયસાર ગા. ૧૪ વંચાણી
હતી, સાંજે તથા રાત્રે અજમેરની તથા ઘાટકોપરની ભજનમંડળી દ્વારા ભક્તિ–
ભજન થયા હતા. પહેલાં સોનગઢમાં જેવું જિનમંદિર હતું તેવું જ બરાબર કોપી ટુ
કોપી વીંછીયામાં બંધાયું છે ને તેમાં ચંદ્રપ્રભુ વગેરે ભગવંતો બિરાજમાન છે.
પ્રભાતફેરી પૂર્વક ઉત્સવ–મંડપમાં આવ્યા...ગુરુદેવ પણ સુશોભિત ૭૯ દરવાજા
વચ્ચેથી પસાર થઈને મંડપમાં પધાર્યા...ચારેકોર જય જયનાદ ગૂંજી રહ્યા
હતા...જેના પડઘા આખા વીંછીયામાં સંભળાતા હતા. જન્મવધાઈના મંગલ
મૂરતમાં મુ. શ્રી રામજીભાઈએ જિનવાણી પરમાગમ ગુરુદેવને ભેટ કર્યા. ને શ્રીફળ
લઈ લઈને હજારો ભક્તોએ ગુરુદેવને અભિનંદ્યા; સ્તુતિ કરી અને ગુરુદેવના
શ્રીમુખે માંગલિક સાંભળ્યું. આજે વીંછીયાનગરીનું વાતાવરણ અનેરું હતું...ઘરે ઘરે
જન્મોત્સવની શોભા હતી...મંડપ ચારેકોર ભક્તોના ટોળાથી ઊભરાતો હતો...પૂ.
બેનશ્રી બેન દ્વારા જન્મવધાઈ ગવાતી હતી. ત્યારબાદ જિનમંદિરમાં પૂજન
થયું...નાનકડું મંદિર હજારો દર્શકોની ભીડ વચ્ચે આજે ગૌરવ અનુભવતું હતું.
ગુરુદેવના સુહસ્તે મંગળ મૂર્તિ કુંદકુંદપ્રભુના ચિત્રની સ્થાપના થઈ. સવાસાતથી
જિનેન્દ્રદેવની રથયાત્રા નીકળી...ગામના એક છેડાથી બીજા છેડે પથરાયેલી ભવ્ય
રથયાત્રા વીછીંયામાં અજોડ હતી. આઠથી પોણાનવ ગુરુદેવે મંગલ પ્રવચન
કર્યું...તેમાં કહ્યું કે જ્ઞાન તેનું નામ કે જેની સાથે આનંદ હોય. શુદ્ધ આત્માની સન્મુખ
થઈને તેને જાણતાં સાચું જ્ઞાન ને સાચું સુખ થાય છે. અનંત ગુણનો દરિયો... ને
સુખથી ભરિયો, –તેનો અનુભવ કરતાં આનંદ થાય છે...પછી જીવનું મન બીજે
ક્યાંય લાગતું નથી. –આવા આત્માની હા પાડીને તમે પ્રમાણ કરજો...અનુભવમાં
લેજો...આત્માના નિજવૈભવથી અમે આવો શુદ્ધ આત્મા બતાવ્યો, તો શ્રોતાઓ
ઉપાદાનની તૈયારીથી તેનો અનુભવ કરનારા છે –એમ