પિતાજી ગોપાલદાસભાઈ સ્વર્ગવાસ પામ્યા. ચૈત્ર સુદ ૧૩ સુધી તો તેઓ
જિનમંદિરે વાંચનમાં પણ ગયેલા. પૂ. ગુરુદેવ અમદાવાદ પધારે ત્યારે તેમના
બંગલામાં ઊતરતા; તેઓ ખૂબ ભાવના શાળી હતા, ને ઘણા વખતથી
અવારનવાર ગુરુદેવના સત્સંગનો લાભ લેતા હતા આપણા બાલવિભાગના
ઉત્સાહી સભ્ય રોમેશકુમારના તેઓ દાદાજી થાય. છેલ્લે દિવસે માંદગી વખતેય
તેમણે તત્ત્વનું શ્રવણ કર્યું હતું તથા દેવ–ગુરુના સ્મરણ પૂર્વક દેહ છોડયો હતો.
તા. ૩૦–૩–૬૮ ના રોજ રાજકોટના ભાઈશ્રી કાન્તિભાઈ વગેરેના પિતાજી
નાનચંદ ભાઈ સ્વર્ગવાસ પામ્યા છે. પૂ. ગુરુદેવ પ્રત્યે તેમને ભક્તિભાવ હતો ને
અવાર–નવાર સત્સંગનો લાભ લેતા હતા.
ભડકવાના ભાઈશ્રી કેશવલાલ કસ્તુરચંદ સોનગઢ મુકામે તા. ૮–૪–૬૮ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા; છેલ્લી મિનિટો સુધી હું જ્ઞાયક છું એવું સ્મરણ કરતા હતા.
કેટલાક વર્ષોથી તેઓ સોનગઢમાં રહીને ગુરુદેવના સત્સંગનો લાભ લેતા હતા.
વીંછીયાના ભાઈશ્રી અંબાલાલ કેશવલાલ ડગલી ચૈત્ર વદ ૧૪ ના રોજ વીંછીયા
મુકામે એકાએક હૃદય રોગના હુમલાથી સ્વર્ગવાસ પામી ગયા; તેઓ વીંછીયા
ઉત્સવમાં ભાગ લેવા માટે મુંબઈથી આવ્યા હતા; આગલે દિવસે મધરાત સુધી
કામકાજમાં ભાગ લીધો હતો; છેલ્લે દિવસે સવારે પણ સ્વાગતમાં આવવાની
તૈયારીમાં હતા, ત્યાં એકાએક સ્વર્ગવાસ થઈ ગયો તેઓ પોતાની ભક્તિ
ભાવના સાથે લઈને ગયા છે.