: ૨૪ : આત્મધર્મ જેઠ : ૨૪૯૪ :
હતી, વદ આઠમે સ્વાધ્યાય મંદિરને તથા તેમાં સમયસારની સ્થાપનાને ૩૧ મું વર્ષ બેઠું,
તે દિવસે સમયસારજીની રથયાત્રા નીકળી હતી અને ભક્તિ સ્વાધ્યાય મંદિરમાં થઈ
હતી. જેઠ સુદ પાંચમે શ્રુતપંચમીનો ઉત્સવ પણ આનંદથી ઉજવાયો હતો....
જિનવાણીમાતાની રથયાત્રા નીકળી હતી. जय जिनेन्द्र
તીર્થંકરોનું ‘અંતરીક્ષ’પણું દિગંબર જૈનસિદ્ધાન્તમાં જ છે,
શ્વેતામ્બરઆમ્નાયમાં અંતરીક્ષપણું નથી
મહારાષ્ટ્રમાં શિરપુર (અંતરીક્ષ પાર્શ્વનાથ) ના શ્રી પવળી દિગંબર જૈન
મંદિર’ ના હક્ક્ સંબંધી કેસનો ચુકાદો ન્યાયાધીશ શ્રી રત્નપારખીએ પૂર્ણપણે
દિગંબર જૈનસમાજની તરફેણમાં, અને શ્વેતાંબરસમાજની વિરુદ્ધમાં આપેલ છે.
અંતરીક્ષ પાર્શ્વનાથ” માં અંતરીક્ષ શબ્દ જ દિગંબરત્વ સિદ્ધ કરે છે–એમ યુક્તિ અને
શાસ્ત્રાધારપૂર્વક મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી શ્રી વિ.વા. સમુદ્રજીએ કોર્ટમાં
સાબિત કર્યું હતું. ‘અંતરીક્ષ’ પણું એ માત્ર પાર્શ્વનાથ ભગવાનનું નહિ પણ જૈનોના
ચોવીસે તીર્થંકરોનું વિશેષણ છે. ‘અંતરીક્ષ’ નો અર્થ થાય છે–આકાશગામીપણું.
તીર્થંકરોને કેવળજ્ઞાન થયા પછી તેઓ સહજપણે જમીનથી પાંચહજાર ધનુષ ઊંચે
આકાશમાં અંતરીક્ષ વિરાજે છે, પૃથ્વીપર ચાલતા નથી; તેથી તીર્થંકરભગવંતો
અંતરીક્ષ’ છે. આવું અંતરીક્ષપણું દિગંબર જૈનસમાજમાં જ માન્ય છે;
શ્વેતાંબરસમાજમાં તીર્થંકરોને અંતરીક્ષ (આકાશગામી) સ્વીકારવામાં આવ્યા નથી,
તેઓ તો તીર્થંકર જમીન ઉપર પણ ચાલે એમ કહે છે, આ રીતે શ્વેતાંબરમાં
અંતરીક્ષપણું હોતું નથી. માટે ‘અંતરીક્ષ–પાર્શ્વનાથ’ માં જે અંતરીક્ષ વિશેષણ છે તે
જ સાબિત કરે છે કે આ મંદિર દિગંબર જૈનસિદ્ધાન્ત અનુસાર છે.
(‘પ્રેરણા’ મરાઠી પત્રિકાના આધારે)