અનુભવતું હોય છે. જન્મસ્થાનની બાજુમાં ઉજમબા–સ્વાધ્યાયગૃહમાં બેઠાં બેઠા ગુરુદેવને
૬૦–૭૦ વર્ષ જુનાં સ્મરણો તાજા થતા હતા. અહા, વિદેહીનાથને સેવીને ગુરુદેવ અહીં
આ ઘરમાં આવ્યા તો એ વિદેહીનાથને પણ નાનકડા ઘરમાં સાથે જ લાવ્યા. પોતાના
જન્મઘરમાં બિરાજમાન વિદેહીનાથ સીમંધરપ્રભુને ભાવથી અર્ઘ ચઢાવીને પૂજન
કર્યું....પ્રવચનમાં સમયસારની ૨૦૬મી ગાથા દ્વારા ગ્રામ્યજનતાને પણ સમજાય એવી
સુગમ શૈલીથી આત્મતત્ત્વની પ્રીતિ કરવાનો ઉપદેશ આપ્યો. ‘આ તો આપણા ગામના
મહારાજ, આ તો ઓલા મોતીચંદભાઈના દીકરા....’ એવા ગૌરવ સાથે લાગણીપૂર્વક
ગામની દરેક વર્ગની જનતા ગુરુદેવના દર્શનમાં તથા પ્રવચનમાં હોંશથી ભાગ લેતી હતી.
સોનગઢથી માત્ર છ સાત ગાઉ નજીક ઉમરાળા છે. ૪૬ વર્ષ પહેલાં ગુરુદેવને (સં.૧૯૭૮
માં) “ ઓંકારનાદના ભણકાર અહીં ઉમરાળામાં આવ્યા હતા...ગુરુદેવની વય તે વખતે
માત્ર ૩૩ વર્ષની; ૩૩ વર્ષ પહેલાં જ સાંભળેલ તીર્થંકરની વાણીના ભણકારા આ
આત્મામાં ગુંજતા હતા....એટલે એ જિનવાણી–અનુસાર માર્ગ સિવાય બીજા કોઈ
માર્ગમાં એમને ચેન નહોતું પડતું. અંતે જિનમાર્ગ પ્રાપ્ત કરીને જગતમાં તે પ્રસિદ્ધ કર્યો.
હતો. ઘાટકોપરની આપણી ભજનમંડળીએ પણ બંને દિવસ ભક્તિનો કાર્યક્રમ કર્યો હતો.
બે દિવસનું નગરીનું ઉમંગભર્યું વાતાવરણ જોતાં આ ઉમરાળાનગરી જાણે કે અયોધ્યાની
બેનપણી હોય! એમ લાગતું હતું.
શહેરની જનતાએ છ દિવસ ઉત્સાહથી ગુરુદેવના પ્રવચનાદિનો લાભ લીધો.
ધાર્મિક શિક્ષણવર્ગ શરૂ થયો.....વર્ગમાં ૩૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ હતા...જેમાં મહારાષ્ટ્રના
સોલાપુર વગેરેના અનેક શિક્ષક ભાઈઓ પણ આવ્યા હતા. હિન્દી ભાષા પણ માંડ માંડ
સમજવા છતાં તેમણે શિક્ષણવર્ગમાં ભાગ લીધો હતો. વૈશાખ વદ છઠ્ઠે સમવસરણ–
પ્રતિષ્ઠાને ૨૭ મું વર્ષ બેઠું –તે પ્રસંગે જિનેન્દ્રદેવની રથયાત્રા નીકળી