Atmadharma magazine - Ank 296
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 45

background image
: ૨૨ : આત્મધર્મ જેઠ : ૨૪૯૪ :
વાંકાનેરમાં ચૈત્ર સુદ તેરસે મહાવીર ભગવાનના જન્મોત્સવ નિમિત્તે
સુરેન્દ્રનગર–વઢવાણ અને જોરાવરનગર ત્રણે ગામ મળીને ૧૧ દિવસનો કાર્યક્રમ
વીંછીયાનગરીમાં થયેલ જન્મોત્સવના સમાચાર ગતાંકમાં આપી ગયા છીએ.
વીંછીયાનગરીમાં ઉમંગભર્યો જન્મોત્સવ ઉજવાયા બાદ વૈશાખ સુદ સાતમે પૂ.
ગુરુદેવ જન્મધામ–ઉમરાળાનગરીમાં પધારતાં ઉમંગભર્યું સ્વાગત થયું. મંડપમાં મંગલ–
પ્રવચન કર્યા પછી જન્મધામમાં આવતાં ગુરુદેવને અનેક સંભારણાંની સાથે માતાજી
ઉજમબાનું પણ સ્મરણ થવા લાગ્યું. ...ને નાનપણમાં ઘરે આવતા ત્યારે બારણું ઉઘાડવા
માટે ‘બા’ કહીને સાદ પાડતાં વગેરે પ્રસંગ કહ્યા. માતા તે માતા!