જેઠ : ૨૪૯૪ : આત્મધર્મ : ૨૧ :
પૂ. ગુરુદેવના વિહારના મોરબી–વવાણીયા–વાંકાનેર વગેરેના સમાચારો
તથા બીજા વિવિધ સમાચારો જે ગતાંકમાં છાપવા મોકલેલ, પણ મર્યાદિત પૃષ્ઠ
સંખ્યાને કારણે સમાવેશ થઈ શકેલ નહિ, તે સમાચારો આ અંકમાં અહીં આપ્યા
છે. વિલંબ માટે પાઠકો ક્ષમા કરે. (સં.)
પરમ પૂજ્ય ગુરુદેવનો સૌરાષ્ટ્રમાં ધર્મપ્રભાવક વિહાર આનંદપૂર્વક થયો. ઠેરઠેર
ચૈત્ર સુદ ૮ થી ૧૧ ગુરુદેવ મોરબી પધાર્યા; ત્યાં રાષ્ટ્રીયશાળાના બેન બ્ર.
વિદુબેન તથા વિદ્યાર્થી બાળકોના ભજનનો સુંદર કાર્યક્રમ થયો હતો; તથા જિનેન્દ્રદેવની
રથયાત્રા નીકળી હતી. શ્વેતાંબર સંઘના સહકારને લીધે તેમના ચાંદીના રથમાં
જિનેન્દ્રદેવની ભવ્ય રથયાત્રા નીકળી હતી.
વવાણીયા:–
શ્રીમદ્ રાજચંદ્ર જન્મધામના ટ્રસ્ટીઓની વિનંતિથી ગુરુદેવ ચૈત્ર સુદ
૧૧ ની સાંજે વવાણીયા પધાર્યા હતા; બીજા સેંકડો જિજ્ઞાસુઓ પણ આ પ્રસંગે આવ્યા
હતા. સાગર (મધ્ય પ્રદેશ) ના શેઠશ્રી ભગવાનદાસજી શોભાલાલજી વગેેરે પણ આવ્યા
હતા. શરૂમાં જન્મધામનું અવલોકન કર્યા બાદ, રાષ્ટ્રિયશાળાના બાળકોએ ભજન કરેલ;
તથા પૂ. બેનશ્રી–બેને વૈરાગ્યભીના ભાવે “ધન્ય રે દિવસ આ અહો...” એ કાવ્ય
ગવડાવ્યું હતું. પછી પૂ. ગુરુદેવે અપૂર્વઅવસર’માંથી પાંચ કડી અધ્યાત્મમસ્તીપૂર્વક ગાઈ
હતી. ને તેના ભાવોનું ટૂંકું વિવેચન કરીને મુનિદશાની ને સર્વજ્ઞપદની ભાવનામાં સૌને
તરબોળ કર્યા હતા. છેલ્લે છેલ્લે ભાવભીના હૃદયે વિદેહની વાતને યાદ કરીને કહ્યું કે–
હમ પરદેશી પંથી સાધુજી .... આ રે દેશકે નાંહી જી.....
સ્વરૂપ સાધન પૂર્ણ કરીને, જાશું સિદ્ધાલય સ્વદેશ જો...
સાદિ–અનંત અનંત સમાધિસુખમય એવા એ સિદ્ધપદનો ઘણો મહિમા કર્યો