Atmadharma magazine - Ank 296
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 45

background image
: ૨૦ : આત્મધર્મ જેઠ : ૨૪૯૪ :
સાચું જ્ઞાન ને ચારિત્ર શું છે તેની લોકોને ખબર નથી. અંતરના ચૈતન્યમાં
એકાગ્ર થતાં એક સૂક્ષ્મવિકલ્પ પણ પોતાપણે ભાસતો નથી–એવા શુદ્ધચૈતન્યના
અનુભવસહિતનું જ્ઞાન તે સાચું જ્ઞાન છે, ને એવા જ્ઞાનપૂર્વક આનંદમાં એકાગ્રતા તે
સાચું આચરણ છે. રાગ અને બાહ્યક્રિયા એ ધર્મીને નિજસ્વરૂપે ભાસતા નથી. જેનાથી
જન્મ મરણનો અંત ન આવે એવા જ્ઞાનને જ્ઞાન કોણ કહે? –એવા આચરણને આચરણ
કોણ કહે? સમ્યકત્વ વગર શુભરાગના આચરણ પણ અનંતવાર જીવ કરી ચૂક્યો, પણ
જન્મ–મરણથી છૂટકારો ન થયો; ભગવાન તેના શુભઆચરણને સાચું આચરણ કહેતા
નથી.
પ્રશ્ન:– પંચમકાળમાં આવું જ્ઞાન ને આચરણ હોય?
ઉત્તર:– હા; જ્ઞાન અને આચરણનું સ્વરૂપ તો ત્રણે કાળે આવું જ છે; પંચમ–
કાળમાં કાંઈ તેનું બીજું સ્વરૂપ ન થઈ જાય, જુઓ, અત્યારે વિદેહમાં અનેક મુનિઓ
આવા જ્ઞાન–આચરણસહિત વિચરે છે, તેમાંથી છઠ્ઠાગુણસ્થાનવર્તી કોઈ મુનિને સંહરણ
કરીને કોઈ આ ભરતક્ષેત્રમાં મુકી જાય, તો ભરતક્ષેત્ર અને પંચમકાળ હોવા છતાં,
વિદેહના તે મુનિ ક્ષપકશ્રેણીવડે અહીં કેવળજ્ઞાન પામી શકે છે. તેને કાંઈ આ ક્ષેત્ર કે કાળ
નડતા નથી. જીવ પોતાના બંધ–મોક્ષને સ્વાધીનપણે એકલો કરે છે. જીવનું કાર્યક્ષેત્ર
પોતામાં છે, બહારમાં તેનું કાર્યક્ષેત્ર જરાપણ નથી આમ પરથી અત્યંત ભિન્નતા સમજીને
તારા નિજસ્વરૂપને તું સંભાળ. –આ જ ભાવમરણથી છૂટવાનો ને પરમ આનંદની
પ્રાપ્તિનો ઉપાય છે.


પ્રવાસમાં ઠેરઠેર બાલવિભાગના સભ્યો મળતા....ખૂબજ આનંદિત
થતા....બાલવિભાગ પ્રત્યે તેમના હૃદયમાં કેટલો પ્રેમ છે તે દેખીને આનંદ
થતો....ઉત્સાહપૂર્વક હજારો બાલબંધુઓ પોતાના જીવનમાં ધર્મના સંસ્કાર સીંચી રહ્યા
છે....એ સંસ્કાર એમના જીવનમાં મહાન ઉપયોગી થશે. બાલસભ્યોને ઉલ્લાસ માટે
ધન્યવાદ!
– ખૈરાગઢ (મધ્ય પ્રદેશ) માં દિગંબર જિનમંદિર સં. ૨૦૧પ માં બંધાયેલું ને
૨૦૧પ ના ચૈત્રસુદ એકમે ગુરુદેવ ખૈરાગઢ પધાર્યા ત્યારે જિનબિંબ–વેદીપ્રતિષ્ઠા થયેલી;
આ ચૈત્ર સુદ એકમે દશમી વર્ષગાંઠ પ્રસંગે જિનમંદિર ઉપર કલશ તથા ધ્વજ ચડાવવાનો
ઉત્સવ થયો. મંદિર ઉપર દશ વર્ષે પહેલી જ વાર કળશ તથા ધ્વજ ચડતા હોવાથી ત્યાંના
મુમુક્ષુઓને ઘણો ઉત્સાહ હતો ને આનંદથી તેનો ઉત્સવ કર્યો હતો.