Atmadharma magazine - Ank 296
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 45

background image
જેઠ : ૨૪૯૪ : આત્મધર્મ : ૧૯ :
જેમ રસ્તે ચાલ્યા જતા માણસોને કે હાથી વગેરેને દેખીને કોઈ ગાંડો ઘેલછાથી
એમ માને કે આ પદાર્થો મારા છે, હું તેમને ચલાવું છું; તેમ સ્વયં પરિણમતા જગતના
જડ–ચેતન પદાર્થોને દેખીને જે એમ માને છે કે આ પદાર્થો મારા છે, હું તેમનો કર્તા છું, –
તે જીવ મિથ્યાત્વથી ઘેલો થયો છે. સત્–અસત્ની ભિન્નતાની જેને ખબર નથી, સ્વ–પરની
ભિન્નતાની જેને ખબર નથી, ને બધાને એકબીજામાં ભેળવીને માને છે તેનું બધું જાણપણું
ઉન્મત્તવત્ છે–એમ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે.
પરનું હું કરું ને પર મારું કરે એમ માનનાર અજ્ઞાની જીવ પોતામાં પણ આત્માને
પર્યાયબુદ્ધિથી જ દેખે છે એટલે રાગી–દ્વેષી–અશુદ્ધપણે જ અનુભવે છે. પરને બચાવવાની
શુભવૃત્તિ થઈ ત્યાં તે શુભવૃત્તિનો રાગ એ જ મારું કર્તવ્ય છે એમ રાગ– સ્વરૂપે જ
પોતાને અનુભવે છે, પણ રાગથી પાર ચૈતન્યકાર્યને જાણતો નથી. આવું અજ્ઞાન જ્યાં
સુધી ન મટે ત્યાં સુધી જ્ઞાન કે આચરણ કાંઈ સાચું હોતું નથી. કોઈ એમ માને કે હું
બીજાને તારી દઉં, હું બીજાને મુક્ત કરી દઉં–તો કહે છે કે હે ભાઈ! તું પોતે જ
મિથ્યાત્વના બંધનમાં પડેલો છો. જેમ જગતના કર્તા કોઈ ઈશ્વર નથી, તેમ આત્મા પણ
જગતના કોઈ પદાર્થોનો કર્તા નથી. સમ્યગ્દ્રષ્ટિ પોતાના આત્માને જ્ઞાનસ્વરૂપ અનુભવે
છે, તેમાં રાગના એક અંશનુંય અસ્તિત્વ નથી, ત્યાં પરવસ્તુની શી વાત?
આકાશના ફૂલને ચૂંટવાની ચેષ્ટા કોઈ કરે તો તે નિરર્થક છે, કેમકે તેનો અભાવ
જ છે; તેમ પર વસ્તુનો આત્મામાં અભાવ છે, છતાં તેનું કાર્ય કરવાની ચેષ્ટા
(અભિપ્રાય) કોઈ કરે તો તે નિરર્થક છે એટલે મિથ્યા છે. આવું મિથ્યાત્વ હોય ત્યાં
સાધુપણાનું આચરણ હોતું નથી ને સમ્યકત્વ પણ હોતું નથી. ચૈતન્યના ભાન વડે જેણે
આવું મિથ્યાત્વ ટાળીને સમ્યકત્વ પ્રગટ કર્યું છે તેનું જ જ્ઞાન સાચું ને તેનું જ આચરણ
સાચું. આવું સાચું જ્ઞાન પ્રગટે ત્યારે ભાવમરણ ટળે ને સાચું જીવન એટલે કે અતીન્દ્રિય–
આનંદદશા પ્રગટે.
મુનિદશા તો મહાપૂજ્ય પરમેષ્ઠીપદ છે; તે મુનિદશા સમ્યગ્દર્શન વગર હોતી નથી.
પરને હું મારું, પરને હું જીવાડું, પર મને મારે કે જીવાડે–એવો મિથ્યા અધ્યવસાય
મુનિઓને સ્વપ્નેય હોતો નથી. હજી તો જ્યાં પરના કર્તૃત્વની મિથ્યાબુદ્ધિ છે, જ્યાં
રાગથી ધર્મ થવાની મિથ્યાબુદ્ધિ છે, ત્યાં સમ્યકત્વ પણ નથી, તો મુનિદશા કેવી? ત્યાં
જ્ઞાન કે ચારિત્ર કાંઈ સાચું નથી.