વીતરાગી આનંદસ્વરૂપને જાણીને તેને અનુભવે.
શાંત–અરાગી ગંભીર જ્ઞાન છે; આવા જ્ઞાનસ્વરૂપે આત્માને ન ઓળખે ત્યાંસુધી
પર સાથે એકતાબુદ્ધિરૂપ મિથ્યાત્વ મટે નહિ; ને મિથ્યાત્વ મટ્યા વગર જીવને
સુખ થાય નહિ.
સર્વે પદાર્થોમાં કર્તૃત્વબુદ્ધિ ઊભી જ છે. રાગના એક શુભઅંશથી પણ જેણે લાભ માન્યો,
તેણે સર્વેર્ રાગને આત્માનું સ્વરૂપ માન્યું. રાગથી જુદો જ્ઞાનસ્વરૂપ આત્મા તેણે ન
અનુભવ્યો. પરથી ભિન્ન આત્માને અનુભવે તે પરનું કર્તૃત્વ કેમ માને? તે પરમાં
આત્મબુદ્ધિ કેમ કરે? અરે, આત્માને ભૂલીને, પરમાં આત્મબુદ્ધિથી જીવે સંસારમાં
અનંતાનંત અવતાર કર્યા...જગતમાં બધે ઠેકાણે ઊપજી ચૂક્યો, ને જ્યાંજ્યાં ઉપજ્યો
ત્યાંત્યાં અજ્ઞાનભાવે પોતાપણું માન્યું; કીડીના ભવ વખતે પોતાને કીડી માની ને હાથીના
ભવ વખતે ‘હું હાથી’ એમ પોતાને હાથી માન્યો; દેવના ભવ વખતે પોતાને દેવ માન્યો
ને નારકીના ભવ વખતે આત્માને નારકી માન્યો, સર્વત્ર સર્વ પરભાવોમાં પોતાપણું
માન્યું પણ એ બધાથી જુદો હું તો જ્ઞાનસ્વભાવરૂપ છું એવો આત્મઅનુભવ એકક્ષણ પણ
જીવે ન કર્યો. અરે, પરમાં એકત્વબુદ્ધિના મોહથી જીવ ઘેલો થઈને ચારગતિમાં ભટકી
રહ્યો છે, ને અનેક પ્રકારના જુઠા વિકલ્પો કરી કરીને દુઃખી થાય છે. જ્યાં શુભરાગનું
કર્તૃત્વ એ પણ દુઃખ છે અશુભની કે જડની તો વાત જ શી? જે પોતાના પરિણામને
આધીન નથી એવા જગતના પદાર્થો પાછળ જીવ ઘેલો બન્યો છે...ઘેલછાથી તેનું કર્તૃત્વ
માને છે...એમાં ચૈતન્યનું ભાવમરણ છે. ભાઈ! ક્ષણક્ષણ આવા ભાવમરણથી તું દુઃખી
થઈ રહ્યો છે, એ ભાવમરણના દુઃખથી છૂટવા માટે વીતરાગી સન્તો તને તારું
ચૈતન્યજીવન ઓળખાવે છે, –જેમાં રાગનો અંશ નથી, પરનો સંબંધ નથી; આવા
પોતાના ચૈતન્યસ્વભાવને જાણવો–માનવો–અનુભવવો તે ભાવમરણથી મુક્ત થવાનો, ને
પરમ આનંદ પામવાનો ઉપાય છે.