જેઠ : ૨૪૯૪ : આત્મધર્મ : ૩૩ :
દસ ઊખાણા
અતુલ અને ભારતીબેને (સ.ન.ં ૩૮૪–૩૮૫) સુરતથી ગુરુદેવ પ્રત્યે પુષ્પાંજલિ
૫ ૭૯ પ્રશ્નોત્તર; જોડકણાં ને ઊખાણાં; એકથી સો સુધીના ધાર્મિક આંક, તથા કક્કો–
એમ વિપુલ સાહિત્ય મોકલ્યું છે. (બાળકો પોતાના વડીલો પાસેથી શીખીને કે તેમને
પૂછીને લખે એ સારી વાત છે, પણ લખાણ તો પોતાના જ હાથે લખીને મોકલે તો
તેમને વિશેષ ઉત્સાહ અને વિશેષ લાભ થાય.
(ઊખાણામાં જોડણીદોષ ચલાવી લેવામાં આવ્યા છે.)
(૧) અક્ષર સાડાપાંચ છે, પ્રસિદ્ધ ભારતમાંય, ત્રીજે–બીજે ઈષ્ટદેવ, એક–બેથી
સંભળાય. છેલ્લો–બીજો જળમાં વસે છે, ભારતના છે સન્ત. એનું કહ્યું જો
ઓળખશો તો પામશો ભવનો અન્ત.
(૨) પહેલ–બીજે હેમ છે, ચાર અક્ષરનું ધામ; ત્રીજો–ચોથો દૂર્ગ છે, કહોજી કયું તે ગામ?
(૩) પ્રગટી વાણી વીરની, પંચાક્ષરી એ તીર્થ; ગૌતમ જ્યાં ગણધર થયા, કહોજી કયું એ ધામ?
(૪) ધાતકર્મનો ક્ષય કરી, પ્રગટયું જ્ઞાન અનંત; દેહ છતાં પરમાતમા...કહોજી કયા તે ભગવંત?
(૫) ઉપયોગ લક્ષણ જેહનું, જાણે સૌને જેહ; પણ ઈન્દ્રિથી જણાય ના, ઓળખી કાઢો તેહ?
(૬) સત્સંગના સેવન થકી જેની પ્રાપ્તિ થાય, એની પ્રાપ્તિ થયા પછી જરૂર મુક્તિ થાય.
એની પ્રાપ્તિ થતાં અહો! આનંદ ઉરમાં ન માય. જો શોધી કાઢો એહને તો તમને
છે ધન્યવાદ.
(૭) જીવને જીવ જાણ્યો નહિ, ગણ્યું શરીરને જીવ; જેથી બહુ દુઃખી થયો, કહો કઈ એ
ભૂલ? દુશ્મન છઠ્ઠા ઉત્તરનો, જગતમાં એ દૂષ્ટ, એને જો હણી નાખશો તો થશો
અહિંસક શૂર
(૮) જો આત્માને જાણશું, થઈશું એમાં લીન; તો એનું ફળ શું પામશું? એનો કરો વિચાર.
(૯) આત્માને નહિ જાણશો, કરશો કદી પુણ્યરાગ; એનું ફળ શું પામશો? કરજો જરા વિચાર.
(૧૦) સૌથી મોટા દેવ છે, વિચરે અવનિમાંય, ભરતમાં આવે નહિ છતાં કર્યો પરમ
ઉપકાર. ભક્ત એનો ભરતે વસે, સાંભળી એની વાણ. બયાનામાં બિરાજતા
કહો કયા એ ભગવાન?
(આવેલા ઊખાણાને આધારે આ દશ ઊખાણા લખ્યા છે; તેના ઉત્તર આ અંકમાં અન્યત્ર છે.)
સાધકજીવો કહે છે–
અમે ભગવાનના માર્ગમાં ભળ્યા છીએ,
અમે ભગવાનના ખોળે બેઠા છીએ.