Atmadharma magazine - Ank 296
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 45

background image
: ૩૪ : આત્મધર્મ જેઠ : ૨૪૯૪ :
િ નૈનાબેન વૃજલાલ જૈન
સભ્ય નં. ૧ રાજકોટ
(રાજકોટના સ. નં. ૧–૨–૩–૪ નૈનાબેન, ચંદ્રાબેન, માયાબેન અને
સુભાષભાઈએ ચારે સભ્યો પણ ઉત્સાહથી બાલવિભાગમાં ભાગ લ્યે છે. ચારેના
લખાણનો સંયુક્ત સાર અહીં આપ્યો છે. પ્રથમ કક્ષાના પાંચ લેખોમાં આ લેખને સ્થાન
મળે છે. આ ઉપરાંત તેમણે કોયડા, ધાર્મિક કક્કો, અને આંક પણ લખી મોકલ્યા છે.
માયાબેને તો ભાવભીના ચિત્રો પણ મોકલ્યા છે–જેમાં જૈનધ્વજ; મુનિરાજને વંદના;
માનસ્થંભ; સમ્યકત્વરૂપી બીજ અને કેવળજ્ઞાનરૂપી પૂર્ણચંદ્ર શુદ્ધાત્મારૂપી સોય ને
સમ્યગ્દર્શનરૂપી દોરો; ચૈતન્યસૂર્ય, તથા રંગોળી છે. ભાઈ–બેનોને ઉત્સાહ બદલ
ધન્યવાદ!)
બાલવિભાગથી અમને ઘણો જ લાભ થાય છે. પહેલા આત્મધર્મ વાંચતા
નહોતા, હવે તે વાંચતા થયા. અને બાલવિભાગમાં આવેલા પ્રશ્નોના જવાબ શોધવા
માટે અમે બીજા શાસ્ત્રો પણ વાંચવા લાગ્યા. ધર્મમાં રસ લેતા થયા. અમારા વિચારો
બદલાઈ ગયા. અમને ફરવાનો, ખાવાનો, પીકચર જોવાનો અને પ્રવાસે જવાનો શોખ
હતો તેને બદલે હવે અમને દરરોજ જિનમંદિરે જવાનો, પ્રવચન સુણવાનો અને શાસ્ત્ર
વાંચવાનો શોખ થાય છે. જિનમંદિરમાં મુનિ ભગવંતોના, વૈરાગી રાજકુમારોના તેમજ
સતી ધર્માત્માઓનાં વૈરાગ્યવંત ચિત્રો જોઈને અમને ઘણો આનંદ થાય છે. મંદિરમાં
આવા અનેક ચિત્રો છે અને પ્રવાસને બદલે હવે અમને ગુરુદેવની સાથે સાથે વારંવાર
જાત્રા કરવાનો ભાવ જાગે છે.
હું કોણ છું તેની મને ખબર ન હતી; હું પોતે જ ભગવાન જેવો આત્મા છું, માટે
અમે પ્રભુ થવા માટે પુરુષાર્થ કરીએ છીએ. અમારા ફિલ્મ જોવાની ટેવ વગેરે કુસંસ્કારો
નાશ પામ્યા ને ધર્મના ઉત્તમ સંસ્કારો આવ્યા. સાધર્મી ભાઈ–બેનોને કુટુંબીજનો જેવા
જ માનવા લાગ્યા, બાલવિભાગના બધા સભ્યો અમને અમારા ભાઈબેન જેવા જ લાગે
છે. બાલવિભાગને લીધે તો જાણે અમને સર્વાંગીય કેળવણી મળતી હોય એવું લાગે છે.
બાલવિભાગને લીધે અમારી બુદ્ધિનો વિકાસ થયો. અમારા જ્ઞાનમાં વધારો થયો,
વાંચવાની ટેવ પડી, અને ધર્મમાં રસપૂર્વક ભાગ લેતા થયા. સુખ અમારા આત્મામાં છે
તેની અમને ખબર પડી. ધર્મ કોને કહેવો? કેવી રીતે થાય? કયાં થાય? તેની અમને
ખબર નહોતી તે હવે બાલવિભાગને લીધે ખબર પડી. અને ધર્મ કરવાથી કેવું સુખ
પ્રગટે તેની ખબર પડી. બાલવિભાગ તો અમારા માટે આશીર્વાદરૂપ બન્યો છે.