Atmadharma magazine - Ank 296
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 45

background image
જેઠ : ૨૪૯૪ : આત્મધર્મ : ૩૫ :
આપણા બંધુઓ લખે છે –
ચંદ્રાબેન (સભ્ય નં. ૨) તથા માયાબેન (સભ્ય નં. ૩) લખે છે કે–
અમે શરીરને જ આત્મા માનતા તે ભૂલ ભાંગી ગઈ.
અમે પુણ્યને ધર્મ માનતા તે માન્યતા છૂટી ગઈ.
અમે જીવ અને અજીવના પરિણમનને સ્વતંત્ર જાણ્યું.
અમે જિનેન્દ્રદેવના દર્શન કરવા લાગ્યા ને રાત્રીભોજન છોડયું.
અમે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો ને સીનેમા જોવું બંધ કર્યું.
જામનગરથી સભ્ય નં.૧૦૦૮ તથા ૧૪૧૨–૧૩–૧૪ લખે છે કે ‘દર્શનકથા’ પુસ્તક
ભેટ મળ્‌યું તે અમે બધાએ વાંચ્યું; વાંચીને ખૂબ જ આનંદ થયો. પંચ પરમેષ્ઠીના
દર્શનનો કેટલો મહિમા છે તે વાંચીને અમે પણ કાયમ દર્શન કરવા જવાનો નિશ્ચય
કર્યો છે. (ધન્યવાદ!)
અમદાવાદથી ધીરજલાલ એમ. જૈન લખે છે કે–અહીં બાલવિભાગના સભ્ય
પ્રવીણચંદ્રભાઈ છે તેમની પાસેથી આત્મધર્મ લાવીને વાંચ્યું હતું; મને તેમાં ખૂબ રસ
પડ્યો, અને મને લાગ્યું કે આત્માનું જ કરવા જેવું છે. તો આજથી બાલવિભાગમાં
જોડાવાની મારી ઈચ્છા છે.
જાણવા માટે ખૂબ જ ઉત્સાહ આપે છે. તેના ભાવો કોયડાઓ ટૂચકા પ્રશ્નોત્તર વગેરેથી
તત્ત્વની ગંભીરતા જાણવા તથા સમજવા માટે ખૂબ તાલાવેલી થાય છે. આત્મધર્મ
આવતાં સૌ પ્રથમ તે વિભાગ ઉપર નજર પડે છે. બાલવિભાગ નાના–મોટા સૌને
જ્ઞાન સાથે આનંદ આપે છે. બાલવિભાગ શરૂ કરવા માટે અભિનંદન! અમે સભ્ય
થવામાં મોડા પડ્યા તે બદલ દુઃખ થાય છે. લી. રાજેન્દ્ર જૈન
F.Y.B. Sc.
ઠામઠામ જઈને કાં પૂછે છે?
કોઈ આત્માનુભવી સંતને પૂછ.
બહેરા કોણ?
જે હિતકારીવચનો ન સાંભળે તે.