Atmadharma magazine - Ank 296
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 45

background image
: ૩૬ : આત્મધર્મ જેઠ : ૨૪૯૪ :
લાઠી શહેરના ભાઈશ્રી દીનુભાઈ વીરચંદ ભાયાણી ચૈત્ર સુદ ૧૧ ના રોજ સ્વર્ગવાસ
પામ્યા છે; તેઓ પગે અપંગ હોવા છતાં ઉત્સાહી અને સાહિત્ય–પ્રેમી હતા. બાલ
સાહિત્યનો તેમને વિશેષ પ્રેમ હતો ને આત્મધર્મ–બાલવિભાગ માટે તો તેમને ખૂબ
લાગણી હતી. તેમની ઉંમર માત્ર ૨૪ વર્ષની હતી. ગુરુદેવ ફાગણ માસમાં લાઠી
પધાર્યા ત્યારે પણ તેમણે પ્રવચનાદિનો લાભ લીધો હતો.
ખંડવાના ભાઈશ્રી હુકમચંદજી (–સોનગઢના બ્ર. સુબોધબેનના પિતાજી) તા.૮–૪–
૬૮ ના રોજ ખંડવા મુકામે સ્વર્ગવાસ પામ્યા છે; ગુરુદેવ પ્રત્યે તેમને ભક્તિભાવ
હતો ને છેલ્લે સુધી દેવ–ગુરુનું સ્મરણ કરતા હતા.
વઢવાણના ભાઈશ્રી હરિલાલ રાયચંદ કોઠારી ચૈત્ર સુદ ૧૦ ના રોજ સ્વર્ગવાસ
પામ્યા છે. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વગેરે સોનગઢસંસ્થામાં તેમણે મુનિમજી તરીકે
લગભગ પચીસ વર્ષ સુધી સેવાઓ આપી હતી. ને પછી નિવૃત્તિ લઈને તેઓ
વઢવાણ ગયેલા. વઢવાણ મુમુક્ષુમંડળના તેઓ સભ્ય હતા.
સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મની ઉપાસનાવડે આત્મહિત પામો.
–પં. શ્રી અજિતકુમારજી શાસ્ત્રી (जैनगझट’ ના સંપાદક) તા.૨૦–પ–૬૮ ના રોજ
સવારમાં પાંચ વાગે મહાવીરજીમાં છત ઉપરથી અકસ્માત પડી જવાથી સ્વર્ગવાસ
પામી ગયા. ગત સાલ ગુરુદેવ જયપુરથી મહાવીરજી પધાર્યા ત્યારે ગુરુદેવની
પ્રતિભાથી તથા સૌજન્યભરી વાતચીતથી તેઓ પ્રભાવિત થયા હતા. પત્રકાર તરીકે
આત્મધર્મના સંપાદકો સાથેની વાતચીતથી પણ તેઓ પ્રસન્ન થયા હતા. વીતરાગી
દેવ–ગુરુ–ધર્મની ઉપાસનાવડે તેઓ આત્મહિત પામો.
આ અંકમાં ૩૩ મા પાને આપે ૧૦ ઊખાણાના જવાબ અહીં
આડાઅવળા લખ્યા છે તેમાંથી મેળવી લેશોજી––– () સોનગઢ ()
કાનજીસ્વામી (૨) વિપુલાચલ () આત્મા () અરિહંત ()
સમ્યકત્વ () મિથ્યાત્વ () મોક્ષ () સંસાર () સીમંધર ભગવાન.