Atmadharma magazine - Ank 296
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 45

background image
જેઠ : ૨૪૯૪ : આત્મધર્મ : ૩૭ :
ઈનામ
બાલવિભાગની ઈનામી યોજનામાં આવેલ લેખોમાંથી ઉત્તમકક્ષાના પંદર
લેખોને ઈન્ડીપેન–બોલપેનનો સુંદર સેટ ઈનામ તરીકે (રજીસ્ટર પોસ્ટથી મોકલવામાં
આવશે. તે પંદર લેખકના નામો આગામી અંકમાં જાહેર થશે, તથા બાકીના બધા જ
લેખ–ચિત્ર વગેરે મોકલનારા સભ્યોને ઈનામ તરીકે પુસ્તકો તથા ફોટો (કુલ લગભગ
અઢી રૂપિયાની કિંમતના) પોસ્ટથી મોકલવામાં આવશે.
આવેલા લેખોમાંથી કેટલાક આ અંકમાં આપ્યા છે, બીજા લેખોનું અવલોકન
આગામી અંકમાં આપીશું.
ઈનામો તા.૧૦ જુન સુધીમાં રવાના થઈ જશે. યોજનામાં ભાગ લેનાર સૌને
ધન્યવાદ! હવે પછીની યોજનામાં આથી વધુ ઉત્સાહથી ભાગ લેજો.
૧પ સભ્યોને ઈન્ડીપેન–બોલપેનના સેટ ભેટ આપવા માટે રૂા.પ૧ સ્વ.
જો સત્યારથરૂપ સો નિશ્ચય, કારણ સો વહારો
(છહઢાળા)
આ મોક્ષમાર્ગ–પર્યાયની વાત છે.
નિશ્ચયમોક્ષમાર્ગરૂપ જે નિર્મળપર્યાય તે સત્યારથ છે, તે સત્યાર્થ મોક્ષમાર્ગ છે :
એટલે કે વ્યવહાર તે સત્યાર્થ નથી; સત્યાર્થ નથી એટલે ઉપચાર છે–અસત્યાર્થ છે.
રાગાદિને વ્યવહાર કારણ કહ્યું હોય તો તે ઉપચાર છે, તે સત્યાર્થ કારણ નથી. સત્યાર્થ
મોક્ષમાર્ગ તો એક નિશ્ચય (શુદ્ધ પર્યાય) જ છે.
રાગાદિ ઉપચાર કારણને જ્ઞાની પોતાના શુદ્ધસ્વરૂપમાં ભેળવતા નથી. જો
ભેળસેળ કરીને બંનેને સરખા માને, (બંનેને સત્ય માને) તો તેને સાચા–સત્યાર્થ–
નિશ્ચય મોક્ષમાર્ગની ખબર નથી. માટે એમ સમજવું કે જે નિશ્ચય છે તે જ સત્યાર્થ છે.
વ્યવહાર છે તે સત્યાર્થ નથી પણ માત્ર ઉપચાર છે–ઉપાધિ છે. તે ઉપાધિને અસલી
સ્વભાવ ન કહેવાય.