“આત્મધર્મ” Regd. No. G 182
આજના સંસ્કારી બાળકો
‘शुद्धोसि बुद्धोसि’ નાં હાલરડાંની વાત આવે છે, તેમ આજે અધ્યાત્મ–
વાતાવરણમાં ઊછરતા છ–આઠ વર્ષના નાના બાળકો પણ ગીત ગાય છે કે–
હું છું આત્મા....પરમાત્મા.....
હું તો આનંદનું આનંદનું આનંદનું ધામ...
–હું છું આતમા.
કોણ કહે હું શરીરવાસી ?
ના...ના...ના...
હું તો સિદ્ધસ્વરૂપી ચેતનરૂપી,
હા...હા...હા...
હું છું આત્મા...
નાના બાળકને મોઢે જ્યારે આવા ગીત સાંભળીએ છીએ ત્યારે હૃદય પુલકિત
બને છે અને ઘરઘરના બાળકોમાં આવું વાતાવરણ પ્રસરે એવી ઉત્કંઠા જાગે છે.
એક તરફ દુન્યવી વાતાવરણમાં ઊછરતા બાળકો ‘જપાનની ગુડીયા અને બોલ
રાધા બોલ’ –જેવા સભ્યતાહીન ગીતો રસ્તામાં બબડતા હોય છે ત્યારે બીજી તરફ
બાલવિભાગના સભ્યો ઘરે ઘરે ‘આત્મા ...પરમાત્મા’ ના અધ્યાત્મગીતોનું ગૂંજન કરે
છે. –આટલું મહાન યુગપરિવર્તન ગુરુદેવના પ્રતાપે થઈ રહ્યું છે. આપના બાળકોની
કુસંસ્કારથી રક્ષા કરવા, ને તેનામાં ઉત્તમ ધર્મસંસ્કારો સીંચવા તેને આત્મધર્મ વંચાવો ને
બાલવિભાગના સભ્ય બનાવો.
સભ્ય બનવા માટે :–
પૂરું નામ : સરનામું : ગામ : અભ્યાસ, ઉંમર અને જન્મદિવસ નીચેના સરનામે
લખી મોકલો....એટલે આપને ઘેર બેઠાં સભ્યપત્રક મળી જશે. (કાંઈ ફી નથી)
સંપાદક : આત્મધર્મ બાલવિભાગ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (પ્રત : ૨પ૦૦)