જેઠ : ૨૪૯૪ : આત્મધર્મ : ૪૧ :
આત્મકાર્યની પ્રેરણા
ગુરુદેવ વારંવાર કહે છે કે અરે જીવ! તું મહિમા તારા સ્વભાવનો કર.
ચાર ગતિના શરીરને ધારણ કરવા તે તો શરમ છે. અશરીરી આત્મામાં
ઉપયોગ જોડીને, તેને સ્વવિષય બનાવીને તેમાં ઠર....તો આ શરમજનક જન્મો
છૂટે...ને આનંદજનક સિદ્ધપદ પ્રગટે.
નિજસ્વરૂપની પ્રાપ્તિ તે આત્માર્થીનો મનોરથ છે. પોતાના સ્વરૂપ વગર
એક ક્ષણ પણ આત્માર્થીને ગમે નહિ. આત્મપ્રાપ્તિ વગરનું જીવન આત્માર્થી કેમ
જીવી શકે?
નિજસ્વરૂપના અંતરંગ પ્રયાસથી સમ્યકત્વ અત્યંત સુગમ હોવા છતાં
જીવે આટલા બધા કાળ સુધી તે કાર્ય કેમ ન કર્યું? –એનો પણ ખેદ છોડીને હવે
પ્રસન્નતાથી ને ઉત્સાહથી જીવે તે કાર્ય તત્કાળ सद्य एव કરવા જેવું છે. –જાણે
અત્યારે જ ધ્યાનમાં બેસીને સ્વાનુભવ કરીએ.
સાધકસન્તો આપણને સદાય કેટલી આત્માની પ્રેરણા આપી રહ્યાં છે!
જાણે સમ્યકત્વ જ સાક્ષાત્ આપી રહ્યા છે. એમના જીવનનું સૂક્ષ્મતાથી
અવલોકન કરતાં પણ સમ્યકત્વ થઈ જાય–એવા સંતો આપણી સમક્ષ
બિરાજીને સદાય આપણા ઉપર મહાન કૃપા કરી રહ્યા છે. એ કૃપાના પ્રતાપે
આપણે આપણું સ્વાનુભવકાર્ય સાધી લેવાનું છે. અત્યારે તો દુનિયામાં બીજું
બધુંય ભૂલી જઈને જીવનમાં આ એક જ આત્મકાર્યમાં બધી શક્તિ
લગાવવાની છે.
ભોગભૂમિમાં ભગવાન ઋષભદેવના આત્માને સમ્યકત્વ પમાડનારા શ્રી
પ્રીતિંકર મુનિરાજના શબ્દોમાં કહીએ તો–