તો તારો અનંતકાળ સંસારમાં વીત્યો. રાગાદિભાવોને પોતાના માનીને અનંતકાળ તેં
દુઃખમાં જ ગુમાવ્યો. એનાથી છૂટવા ને અનંતકાળનું સુખ પામવા માટે મોક્ષનો આ મહા
પંથ વીતરાગી સન્તોએ બતાવ્યો છે તેનું સેવન કર. સ્વભાવના સેવનથી જે શુદ્ધભાવો
પ્રગટ્યા તેમાં વ્યવહારના બંધભાવ જરાપણ છે જ નહિ, તે અબંધભાવ છે, અબંધભાવ
કહો કે મોક્ષમાર્ગ કહો.
છે. ને વ્યવહારના આશ્રયે કદી મોક્ષ સાધી શકાતો નથી. માટે સમ્યગ્દ્રષ્ટિને સઘળાય
વ્યવહારનો આશ્રય છૂટી ગયો છે; એને જે શુદ્ધભાવ પ્રગટ્યો છે તેમાં નિશ્ચયનો જ
એકનો આશ્રય છે, વ્યવહારનો આશ્રય તેમાંથી છૂટી ગયો છે...આવી પરિણતિ વડે જ
મોક્ષમાર્ગ સધાય છે. –મોક્ષમાર્ગ સાધવાની આ રીત છે.
જ્ઞાનધારાનું ફળ સાદિઅનંત પરમ આનંદની પ્રાપ્તિ છે; કર્મધારા તે દુઃખરૂપ છે. આમ
બંને ધારાની અત્યંત ભિન્નતાનું સ્વરૂપ પોતાના ભાવમાં સ્પષ્ટ ભાસવું જોઈએ. બંનેને
એકબીજાનાં ભેળવી દ્યે, બંધભાવના એક અંશનેય મોક્ષમાર્ગ માને–તો તેને મોક્ષના
કારણને જાણ્યું જ નથી, મોક્ષમાર્ગ તેણે જોયો જ નથી, એટલે તે તો બંધનમાં જ વર્તે છે.
અહીં તે બંધનથી છૂટવાની ને મોક્ષમાર્ગ સાધવાની રીત વીતરાગી સન્તોએ બતાવી છે.
દેહનો તો સંયોગ ક્ષણમાં છૂટી જશે, –ભાઈ! આવા જીવનમાં મોક્ષમાર્ગને
સાધ...આત્માના સ્વરૂપનો નિર્ણય કર...ને અરિહંતદેવના વીતરાગ માર્ગમાં આવ.
શુદ્ધઆત્માના આશ્રય વગર વીતરાગમાર્ગમાં અવાતું નથી. વીતરાગમાર્ગમાં સન્તોની
શૈલી કોઈ અજબ છે! એમના અંદરના ભાવો અપૂર્વ ગંભીર છે. સમયસાર કોઈ અપૂર્વ
માંગળિક પળોમાં જગતના મહાભાગ્યે રચાઈ ગયું છે...કુંદકુંદાચાર્યદેવ સ્વાનુભવમાં
ઝૂલતા ઝૂલતા અંદર કલમ બોળી બોળીને પોન્નૂર પર્વત ઉપર જ્યારે આ સમયસાર
લખતા હશે (તે વખતની ભાવભીની અદ્ભુત ચેષ્ટા બતાવીને ગુરુદેવ કહે છે કે–)
અહો! વીતરાગી સન્તોએ ન્યાલ કર્યા છે!