: ૧૨ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૪ :
મોક્ષનું કારણ પ્રજ્ઞા
પ્રજ્ઞા એટલે શુદ્ધાત્મસન્મુખ ઝુકેલી ભગવતી ચેતના
(સમયસાર કળશ ૧૮૧ ઉપરના પ્રવચનમાંથી)
ભગવતી પ્રજ્ઞાદ્વારા ભેદજ્ઞાન કરાવીને મોક્ષમાર્ગ
ખોલનાર આ આનંદદાયક કળશ જ્યારે જ્યારે ગુરુદેવના
શ્રીમુખથી સાંભળીએ છીએ ત્યારે એવી ‘જ્ઞાનચેતના’ના
પુરુષાર્થની તીવ્ર પ્રેરણા જાગે છે.
અનાદિથી બંધનમાં બંધાયેલા આત્માને કઈ રીતે છોડાવવો? છૂટકારાનું સાધન
શું? તે રીત આ કળશમાં બતાવે છે. ભેદજ્ઞાન માટે આ અલૌકિક શ્લોક છે. આત્માને
બંધનથી છૂટવાનું સાધન આત્મામાં છે, આત્માથી જુદું બીજું કોઈ સાધન નથી. આત્મા
શું ને બંધ શું–એ બંનેના ભિન્નલક્ષણને ઓળખીને જે ચેતના આત્મસ્વભાવ તરફ ઝૂકી
તે ભગવતી ચેતના જ બંધનથી છૂટવાનું (એટલે કે મોક્ષનું) સાધન છે. રાગાદિ
બંધભાવો તો આત્મસ્વભાવથી જુદા છે; તે કોઈ પણ રાગભાવ આત્માને મોક્ષનું કારણ
થતું નથી. તે રાગભાવોને તો આત્માથી ભિન્ન કરવાના છે. રાગથી જુદી એવી જે
ચેતના (–કે જે આત્માનું સ્વલક્ષણ છે) તેના વડે જ બંધનથી ભિન્ન આત્મા
અનુભવમાં આવે છે; આ રીતે ચેતનારૂપ ભગવતી પ્રજ્ઞા જ મોક્ષનું કારણ છે. જીવનું
પોતાના શુદ્ધસ્વરૂપે પરિણમવું, ને એવું પરિણમન થતાં કર્મનો સંબંધ છૂટી જવો તેનું
નામ મોક્ષ છે. મોહ–રાગ–દ્વેષાદિ અશુદ્ધ પરિણતિરૂપે પરિણમન થવું ને કર્મનો સંબંધ
થવો તેનું નામ બંધ છે. શુદ્ધપરિણમન એટલે શુદ્ધસ્વરૂપનો અનુભવ; જે જ્ઞાન વડે આવો
અનુભવ થાય તે જ્ઞાન મોક્ષનું સાધન છે. આવો અનુભવ થતાં શુદ્ધપરિણમન થયું
એટલે અશુદ્ધપરિણમન છૂટી ગયું ને પુદ્ગલમાં કર્મ અવસ્થા છૂટી ગઈ. –શુદ્ધજીવ
પોતાના સ્વરૂપમાં રહ્યો–તે દશાનું નામ મોક્ષ છે. –‘મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.’
આવા મોક્ષનો ઉપાય શું? મોક્ષ તે પૂર્ણશુદ્ધપરિણમન છે, ને તેનું કારણ પણ
શુદ્ધતા જ છે. અશુદ્ધતાનો કોઈ અંશ મોક્ષનું કારણ થાય નહિ. મોક્ષના સાધનનો બહુ
સરસ ખુલાસો આ ‘પ્રજ્ઞાછીણી’ ના શ્લોકમાં કર્યો છે.
તીક્ષ્ણ પ્રજ્ઞાછીણી એટલે તીખી જ્ઞાનચેતના, ઉગ્ર જ્ઞાનચેતના; તેને નિપુણજીવો
એટલે ભેદજ્ઞાનમાં અત્યંત પ્રવીણજીવો, સાવધાન થઈને આત્મા અને બંધની વચ્ચેના